Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેપો તંત્ર દ્વારા પોલીસ પેટ્રોલીંગ સાથેની રજૂઆત કરાઇ‎:સુરેન્દ્રનગર ડેપોમાં વિદ્યાર્થિનીઓની બે આવારા તત્વોએ મશ્કરી કરતા હંગામો

    1 day ago

    સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કોઇ આવારા તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓની મશ્કરી કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દૈનિક 14000થી વધુ મુસાફરો આવ-જા કરે છે. જ્યારે આ ડેપોમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. બીજી તરફ ડેપોમાં આવારા તત્વોના ત્રાસના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ ડેપો તંત્ર પણ ત્રસ્ત બન્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે શુક્રવારે એસ ડેપોમાં વિદ્યાર્થિનીઓની બે આવારા તત્વોએ મશ્કરી કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓ એકઠા થઇને હોબાળો કરતા ડેપોના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ફરજ પર રહેલા હોમગાર્ડ જવાનોમાં દોડધામ મચી હતી. મામલો વધુ ગંભીર બને તે પોલીસ પણ દોડી આવી હતી. પરંતુ મશ્કરી કરનાર એક શખસ ડેપોમાંથી ગુમ થઇ ગયો હતો. જ્યારે અન્ય એક શખસ વિદ્યાર્થિનીઓ ઓળખ્યો હોય તેવી વિગતો બહાર આવી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ હાલ તો બી-ડિવીઝન પોલીસમાં અરજી કરવાનું જાણવા મળે છે. જ્યારે આ અંગે ડેપો મેનેજર ડી.વી.ચૌધરીએ જણાવ્યું કે, આવારા તત્વોના કારણે આ ઘટના બની હોઇ શકે, આથી ડેપોમાં પેટ્રોલિંગ તેમજ પોલીસ સ્ટાફ ફાળવે સહિતની રજૂઆતો બી-ડિવીઝન પોલીસ અધિકારીને કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ચોમાસાની અડધી સીઝન ફોગટ : ખંભાળામાં‎ 28 ટકા, ફોદાળા ડેમમાં 41 ટકા પાણીનો જથ્થો‎
    Next Article
    ભાસ્કર વિશેષ‎:સિવિલમાં અધૂરા મહિને જન્મેલા 764 બાળકો વિશેષ ટ્રીટમેન્ટ આપી રોશની બચાવી લેવાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment