Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:સિવિલમાં અધૂરા મહિને જન્મેલા 764 બાળકો વિશેષ ટ્રીટમેન્ટ આપી રોશની બચાવી લેવાઇ

    1 day ago

    GMERS સિવિલ હોસ્પિટલના SNCU વિભાગ દ્વારા પ્રીમેચ્યોર -અધૂરા મહિને જન્મેલા અને ઓછા વજનવાળા બાળકોની દ્રષ્ટિ બચાવવા સફળતા મેળવી છે. પ્રીમેચ્યોર બાળકોમાં અંધાપો લાવતી બીમારી રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી (ROP)ની સમયસર ઓળખ માટે હોસ્પિટલે ખાસ ઝુંબેશ ચલાવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 764 નવજાત શિશુઓનું ROP સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. વર્ષ 2025માં 442 અને 2026ના પ્રથમ છ મહિનામાં 322 બાળકોની આંખો તપાસવામાં આવી હતી. તપાસ દરમિયાન જોખમી જણાતાં 26 બાળકોને હોસ્પિટલની નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા દ્વારા હાયર સેન્ટર રિફર કરી તેમની આંખોની સમયસર સારવાર કરાવી દ્રષ્ટિ સુરક્ષિત કરવામાં આવી છે. ROP શું છે અને સ્ક્રીનિંગનું મહત્ત્વ અધૂરા મહિને કે ઓછા વજન સાથે જન્મેલા બાળકોમાં ROP નામની નેત્ર સમસ્યા થાય છે. આમાં બાળકની આંખમાં લક્ષણો દેખાય ત્યાં સુધી રાહ જોયા વિના નિર્ધારિત સમયે જ સ્ક્રીનિંગ કરાવવું અત્યંત જરૂરી છે, જેથી અંધાપો આવતો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ડેપો તંત્ર દ્વારા પોલીસ પેટ્રોલીંગ સાથેની રજૂઆત કરાઇ‎:સુરેન્દ્રનગર ડેપોમાં વિદ્યાર્થિનીઓની બે આવારા તત્વોએ મશ્કરી કરતા હંગામો
    Next Article
    જૂનાગઢ મનપાની સભામાં 15 મુદ્દે હોબાળાના એંધાણ:પાણીનું સંકટ, ફાયર ભરતીના નિયમોમાં ફેરફાર અને‎ રેલવે ટ્રેક હટાવવા માંગ : વિપક્ષ આકરા પાણીએ !‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment