Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાની સભામાં 15 મુદ્દે હોબાળાના એંધાણ:પાણીનું સંકટ, ફાયર ભરતીના નિયમોમાં ફેરફાર અને‎ રેલવે ટ્રેક હટાવવા માંગ : વિપક્ષ આકરા પાણીએ !‎

    1 day ago

    મહાનગરપાલિકાની આગામી સાધારણ સભા માટે 15 કલમોનું પુરવણી એજન્ડો પ્રસિદ્ધ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે તોડી પાડવામાં આવેલા બીલબા રોડ પર હજુ સુધી સી.સી. રોડ ન બનતાં સભ્યોએ મનપાના ઠરાવોને માત્ર પ્રસિદ્ધિ મેળવવા અને પ્રજાને દિવાસ્વપ્ન દેખાડવા સમાન ગણાવ્યા છે. આ ઉપરાંત, જોષીપુરા વિસ્તારમાં ટી.પી. સ્કીમ-6 લાગુ કરીને બિનખેતી પ્લોટો પર ડબલ જંત્રી અને કરોડો રૂપિયાનો ટી.પી. ચાર્જ ઝીંકાતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ ફેલાયો છે.ચોમાસાની ઋતુમાં પણ હસનાપુર ડેમ 50% ખાલી રહેતાં અને બોર-કુવાના તળ ઊંડા ઊતરતાં આગામી દિવસોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવાની ભીતિ છે. આ માટે સૌની યોજના હેઠળ ડેમો ભરવા આગોતરું આયોજન કરવા રજૂઆત કરાઈ છે. બીજી તરફ, શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલવે લાઈન ટ્રાફિકનું મુખ્ય કારણ બનતી હોવાથી તે જમીન મનપાને સોંપવા કેન્દ્રીય રેલવે મંત્રીને ઠરાવ મોકલવામાં આવશે. ફાયરની ભરતી પ્રક્રિયાના નિયમો બદલાશે મનપાના ફાયર વિભાગની વિવિધ કેડરની જગ્યાઓ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા અન્ય માન્ય કોર્સ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે તે માટે આર.આર. અને પ્રેક્ટિકલ કસોટીના નિયમો તેમજ અભ્યાસક્રમમાં જરૂરી સુધારા કરવાની દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:સિવિલમાં અધૂરા મહિને જન્મેલા 764 બાળકો વિશેષ ટ્રીટમેન્ટ આપી રોશની બચાવી લેવાઇ
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:"18 દિવસ સુધી પાકિસ્તાનની બોર્ડરે ટેન્ક લઇને ઉભા હતા, ‎રાજસ્થાન સરહદે પણ કારગિલ યુદ્ધ જેવો જ માહોલ હતો''‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment