Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિગાળામાં લાખોના ખર્ચે બનેલું પશુ દવાખાનું શોભાના ગાંઠિયા સમાન:પશુપાલકો 18 કિમી દૂર સારવાર લેવા મજબૂર; જિલ્લામાં ડોક્ટરોની અછત

    17 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિગાળા ગામે વર્ષ 2021માં ₹15 થી ₹20 લાખના ખર્ચે બનેલું પશુ દવાખાનું છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે. સરકારી સુવિધા શરૂ ન થતાં પશુપાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. 10,000થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં પશુઓની સારવાર માટે 18 કિમી દૂર જવું પડે છે. તંત્રની આ ઉદાસીનતાથી સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના સવાલો ઉઠ્યા છે. પશુપાલકોને સારવાર માટે 18 કિલોમીટર દૂર જવાની ફરજ નિગાળા ગામમાં 1,000થી વધુ પશુપાલકો વસવાટ કરે છે. અહીં પશુઓની સારવાર માટે સુવિધા ન હોવાથી આસપાસના ગામોના પશુપાલકોને પણ 18 કિમી દૂર જવું પડે છે. દવાખાનું બન્યા પછી પણ તેનો ઉપયોગ શરૂ ન થતાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના સવાલો ઉઠી રહ્યા છે. સમયસર સારવાર ન મળતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સામાજિક આગેવાન વિપુલ સાથળીયાએ જણાવ્યું કે પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પશુઓ આવકનું મુખ્ય સાધન છે. જો પશુ બીમાર પડે અને સમયસર સારવાર ન મળે તો પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. જેથી આ પશુ દવાખાનું ત્વરિત ચાલુ થાય તે જરૂરી છે. જિલ્લામાં 18 દવાખાના સામે માત્ર 9 ડોક્ટરો ઉપલબ્ધ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી ભાવેશ સોલંકીએ જણાવ્યું કે વિભાગ પાસે નિયમિત ડોક્ટરોની અછત છે. જિલ્લાના 18 દવાખાના સામે માત્ર 9 ડોક્ટરો જ ઉપલબ્ધ છે. હાલમાં નિગાળા ગામે અઠવાડિયામાં 2 દિવસ ચાર્જ પર ડોક્ટર આવે છે અને 1962ની સુવિધા કાર્યરત છે. નવા ડોક્ટરોની નિમણૂક બાદ કાયમી સુવિધા અપાશે અધિકારીએ વધુમાં જણાવ્યું કે ડોક્ટરોની નિમણૂક માટે ઉચ્ચ કક્ષાએ માંગ કરવામાં આવી છે. નવા ડોક્ટરોની નિમણૂક થતાં જ નિગાળા ગામે કાયમી ડોક્ટર મુકાશે. હાલ પશુપાલકો દ્વારા તાત્કાલિક ધોરણે પશુ દવાખાનું કાયમી ધોરણે શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. લાખોના ખર્ચે બનેલી સરકારી મિલકત આજે પણ વણવપરાયેલી વર્ષ 2021માં ₹15 થી ₹20 લાખના ખર્ચે તૈયાર કરાયેલું પશુ દવાખાનું આજે પણ સારવારની રાહ જોઈ રહ્યું છે. મોટી સંખ્યામાં પશુપાલકો હોવા છતાં નજીકમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. હવે તંત્ર તાત્કાલિક દવાખાનું શરૂ કરે છે કે બાંધકામ શોભાના ગાંઠિયા સમાન રહેશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ તાપી બ્રિજ મુદ્દે ભાજપમાં ડખો!:કાનાણી અને કોર્પોરેટર આમને-સામને, MLAએ મેયરને પત્ર લખી કહ્યું-‘વિરોધ પાછળ કોઈ સ્વાર્થની ગંધ’
    Next Article
    Ex-MP Kirit Somaiya Seeks SEBI Probe Into 2,000-Point Sensex Swing On Aug 27

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment