Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SG હાઇવે પર હિટ એન્ડ રન:રાત્રે 2:30 વાગ્યે યુવકે માતાને કહ્યું 'બેગ લઈને ઘરે આવું છું', અડધા કલાકમાં પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ લાશ મળી

    10 hours ago

    અમદાવાદના પોશ ગણાતા SG હાઇવે પર પકવાન બ્રિજ પર 20 જૂનની મોડીરાત્રે કાળજું કંપાવી દે તેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોલા સાયન્સ સિટી રોડ પર રહેતો 32 વર્ષીય યુવક રાત્રે બાઇક લઈને બેગ લેવા નીકળ્યો હતો. યુવકે રાત્રે 2:30 વાગ્યે તેની માતાને ફોન કરીને 'હું બેગ લઈને ઘરે આવું છું' તેમ કહ્યું હતું, પરંતુ તેના બરાબર અડધા કલાક પછી એટલે કે રાત્રે 3:00 વાગ્યે પકવાન બ્રિજ પરથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. કોઈ અજાણ્યા વાહનચાલકે યુવકને અડફેટે લઈને કચડી નાખ્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'બાઇક પર બેગ લાવતા ફાવતું નથી, ઉબેરમાં આવું છું' તે યુવકનો છેલ્લો ફોન હતો સાયન્સ સિટી સોલા રોડ પર રહેતો 32 વર્ષીય અક્ષય ગજ્જર ગત મોડીરાત્રે તેના મિત્ર સાથે માતા અલકાબેનના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાના ભાઈનું 'જાવા' બાઇક લઈને બેગ લેવા માટે નીકળ્યો હતો. બાઇક પર નીકળ્યા બાદ અક્ષયે રાત્રે 2:23 વાગ્યે તેની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, બાઇક પર મોટી બેગ લાવતા ફાવતું નથી, જેથી હું ઉબેર બંધાવીને બેગ લઈને ઘરે આવું છું." સવારે 6:00 વાગ્યે પોલીસનો માતાને ફોન આવ્યો રાત્રે ફોન કર્યા બાદ સવારે આશરે 6:00 વાગ્યે અક્ષયની માતા અલકાબેન પર પોલીસનો ફોન આવ્યો હતો અને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તેમના પુત્ર અક્ષયનો મૃતદેહ પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાત્રે 3:00 વાગ્યાની આસપાસ પકવાન બ્રિજ પર કોઈ અજાણ્યા સ્પીડમાં આવતા વાહનચાલકે અક્ષયને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અક્ષયને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. CCTVના આધારે વાહનની શોધખોળ શરૂ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને પકડી પાડવા માટે SG 2 ટ્રાફિક પોલીસે પકવાન બ્રિજ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા નગરપાલિકાની નવી ટીમને સન્માનિત કરાઈ:કટલરી કરિયાણા મંડળી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
    Next Article
    ગોધરા રેલ્વે ટ્રેક પરથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો:મૃતકની ઓળખ ડીસાના માણેકપુર ગામના દર્શન ઠાકોર તરીકે થઈ; પોલીસે વધુ તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment