Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા નગરપાલિકાની નવી ટીમને સન્માનિત કરાઈ:કટલરી કરિયાણા મંડળી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

    9 hours ago

    શ્રી કટલરી કરિયાણા મરચંટ સહકારી મંડળી મોડાસા દ્વારા નગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમના સન્માન માટે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત કાઉન્સિલરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંડળીના સીઈઓ ઇસ્માઇલભાઈ દાદુની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કટલરી કરિયાણા મંડળીના ચેરમેન પંકજભાઈ બૂટાલાએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ કાઉન્સિલરો સહિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જયશ્રીબેન પટેલ અને કાઉન્સિલરોનું શ્રી કટલરી કરિયાણા એસોસિએશનના હોદ્દેદારો, સલાહકાર બોર્ડ, મોડાસા મહાજન મંડળ, અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મોડાસા કેળવણી મંડળ, સાર્વજનિક હોસ્પિટલ, લાયન્સ ક્લબ, સોમનાથ મહાદેવ સિનિયર સિટીઝન ગ્રુપ, મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મેડિકલ એસોસિએશન, મહેસાણા મિત્ર મંડળ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ કિટ્ટી પાર્ટીની મહિલાઓએ ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ અભિવાદન સમારોહમાં વેપારીઓ, સામાજિક અગ્રણીઓ અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત લોકોએ મોડાસા શહેરના વિવિધ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા, પારદર્શક અને વિકાસલક્ષી વહીવટ દ્વારા શહેરને નવી ઓળખ આપવા તેમજ મોડાસા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિરે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ
    Next Article
    SG હાઇવે પર હિટ એન્ડ રન:રાત્રે 2:30 વાગ્યે યુવકે માતાને કહ્યું 'બેગ લઈને ઘરે આવું છું', અડધા કલાકમાં પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment