Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિરે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ

    8 hours ago

    ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. સવારના આહલાદક વાતાવરણમાં 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' (Yoga for Healthy Aging) થીમ સાથે યોગાભ્યાસ યોજાયો હતો. દરિયાના મોજાના રવ વચ્ચે સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ કે વ્યાયામ નથી, પરંતુ મનુષ્યજીવનના સમગ્ર દર્શનને જોડતો એક અભિન્ન ભાગ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ અને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકસાથે થવી એ એક સુભગ સમન્વય છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે, જે આજે ભારતની સીમાઓ વટાવી સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ પામી છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને માનવજાતિના કલ્યાણના સંદેશ સાથે 'યોગા ફોર હેલ્ધી એજીંગ' લક્ષમાં રાખી યોગના તજજ્ઞ શિક્ષકો દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વરસિંગપુરની બાળાઓએ વિવિધ આસનો અને મુદ્રાઓ સાથે યોગાભ્યાસ રજૂ કર્યો હતો, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું. યોગ દિવસના અવસરે રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ, અગ્રણી સંજયભાઈ પરમાર, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ મંદિર મેનેજર વિજયસિંહ ચાવડા સહિત જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Supriya Sule की Beti की Shaadi में पहुंचे Rahul, Kharge, Owaisi... Dimple संग पहंचे Akhilesh | NCP
    Next Article
    મોડાસા નગરપાલિકાની નવી ટીમને સન્માનિત કરાઈ:કટલરી કરિયાણા મંડળી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment