Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેલ્વે ટ્રેક પરથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો:મૃતકની ઓળખ ડીસાના માણેકપુર ગામના દર્શન ઠાકોર તરીકે થઈ; પોલીસે વધુ તપાસ શરૂ કરી

    12 hours ago

    ગોધરા તાલુકાના ટીંબા રોડ પર આવેલા પંડ્યાપુરા રેલ્વે ફાટક નજીકથી ગતરોજ મળી આવેલી 30 વર્ષીય યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. રેલ્વે પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માણેકપુર ગામના દર્શન ભોપતજી ઠાકોર તરીકે થઈ છે. યુવકની ઓળખ થતાં જ રેલ્વે પોલીસે તાત્કાલિક ટેલિફોનિક માધ્યમથી તેના સગા-સંબંધીઓને જાણ કરી હતી. આ દુખદ સમાચાર મળતા જ માણેકપુર ગામના સરપંચ સહિત યુવકના પરિજનો ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. રેલ્વે પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી યુવકનો મૃતદેહ તેમના પરિજનોને સુપરત કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં હજુ પણ કેટલાક રહસ્યો અકબંધ છે. મળતી માહિતી મુજબ, મૃતક દર્શન છેલ્લા અઢી વર્ષથી સુરેન્દ્રનગરના હળવદ ગામે એક હોટલમાં નોકરી કરતો હતો. આ સંજોગોમાં હળવદમાં નોકરી કરતો આ યુવક બનાસકાંઠા કે સુરેન્દ્રનગર જવાને બદલે પંચમહાલ જિલ્લામાં કયા સંજોગોમાં આવી પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું, તે એક મોટો પ્રશ્ન છે. આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે રેલ્વે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    SG હાઇવે પર હિટ એન્ડ રન:રાત્રે 2:30 વાગ્યે યુવકે માતાને કહ્યું 'બેગ લઈને ઘરે આવું છું', અડધા કલાકમાં પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ લાશ મળી
    Next Article
    થાનગઢમાં 7.87 લાખના પોશડોડા સાથે 4 આરોપી ઝડપાયા:ANTF રાજકોટ ઝોને ગેરકાયદેસર જથ્થો પકડી વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment