Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં 7.87 લાખના પોશડોડા સાથે 4 આરોપી ઝડપાયા:ANTF રાજકોટ ઝોને ગેરકાયદેસર જથ્થો પકડી વધુ તપાસ હાથ ધરી

    13 hours ago

    રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 7,87,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ, ANTF રાજકોટ ઝોનની ટીમે ચોક્કસ બાતમીના આધારે થાનગઢ રેલ્વે સ્ટેશન નજીક, સ્મશાન પાસે, મસાણી મેલડી માતાના મંદિર સામે આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ દુકાન પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપીઓ પોશડોડાનો ગેરકાયદેસર જથ્થો હેરફેર કરતા મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દાલસિંગ પારગીએ અન્ય આરોપીઓને આ જથ્થો આગળ પહોંચાડવા માટે આપ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ દાલસિંગ પારગી (ઉંમર 21, રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ), પુષ્પા દાલસિંગ પારંગી (ઉંમર 45, રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ), દાલસિંગ પારગી (રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ) અને ખીમાભાઈ વાલજીભાઈ સાપરા (કોળી) (ઉંમર 54, રહે. ગુંદાળા, વાંકાનેર, મોરબી) નો સમાવેશ થાય છે. એક અન્ય આરોપી સોમભાઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે સ્થળ પરથી 51 કિલો 500 ગ્રામ ગેરકાયદેસર પોશડોડાનો જથ્થો, જેની કિંમત રૂ. 7,72,500 છે, તેમજ બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000) સહિત કુલ રૂ. 7,87,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમ 8(C), 15(C) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ થાનગઢ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરને સોંપવામાં આવી છે. ફરિયાદ ANTF રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણે નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા રેલ્વે ટ્રેક પરથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો:મૃતકની ઓળખ ડીસાના માણેકપુર ગામના દર્શન ઠાકોર તરીકે થઈ; પોલીસે વધુ તપાસ શરૂ કરી
    Next Article
    રાજકોટમાં સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં, CCTV:ભાગવામાં વધુ બે વાહનને ટક્કર મારી કાર સોસાયટીના બોર્ડમાં અથડાઇ; કારમાંથી ચાલક સહિત 5 સગીર નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment