Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ કોલેજમાં નાણાકીય સાક્ષરતા સેમિનાર યોજાયો:SEBI SMART ટ્રેનર્સ દ્વારા રોકાણ જાગૃતિ અને આયોજન શીખવાડાયું

    8 hours ago

    સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણ અંગે જાગૃતિ લાવવા માટે 'ઇન્વેસ્ટર અવેરનેસ એન્ડ ફાઇનાન્શિયલ લિટરસી' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડો. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને IQACના પ્રા. પ્રતિમા ગામિતના આયોજનથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટની કાર્યપદ્ધતિ, રોકાણ કરતી વખતે રાખવાની સાવચેતીઓ, નાણાકીય આયોજનનું મહત્વ અને બચત તથા રોકાણના વિવિધ સુરક્ષિત વિકલ્પો વિશે સરળ શૈલીમાં સમજ અપાઈ વક્તાઓએ SEBI દ્વારા અમલી 'SMARTs ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ' અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, રોકાણકારોના અધિકારો, જવાબદારીઓ અને ઓનલાઇન નાણાકીય છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં આચાર્ય ડો. રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં દરેક વિદ્યાર્થી માટે નાણાકીય જ્ઞાન અને રોકાણ અંગેની યોગ્ય સમજ હોવી અનિવાર્ય છે. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિક બની નાણાકીય આયોજનનું મહત્વ સમજી શકે તેવો પ્રયાસ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. નિલેશભાઈ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડો. મનેષભાઈ બારેએ મુખ્ય વક્તાઓ, આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લિશ બેટર્સની વિકેટ લેવા માટે ભારતીય બોલર્સ તરસ્યા:જો રૂટ અને લિયામ ડૉસને 100+ રનની પાર્ટનરશીપ કરી; બન્ને બેટર્સે ફિફ્ટી ફટકારી
    Next Article
    તાપીમાં 'બાલિકા પંચાયત' અમલીકરણ તેજ:દીકરીઓના સશક્તિકરણ માટે ગ્રામ્ય સ્તરે સમિતિ રચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment