Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈદ-એ-મિલાદને લઈને ગોમતીપુર, બાપુનગર સહિતના વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:100થી વધારે પોલીસ કર્મચારીઓ જોડાયા, શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક

    6 days ago

    આગામી 26 ઓગસ્ટના રોજ ઇદે મિલાદનો તહેવાર હોવાના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા જુલુસના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે. ઈદે મિલાદના ઝુલુસને લઈને ઝોન 5 ડીસીપીની આગેવાનીમાં શહેરના ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં તહેવાર દરમિયાન ડર રહે અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તેને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલએ જણાવ્યું હતું કે, શહેરના રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર વિસ્તારમાં 26 ઓગસ્ટના રોજ ઇદે મિલાદનું ઝુલુસ નીકળવાનું છે, જેને ધ્યાનમાં રાખીને એસીપી અને વિસ્તારના ડીસીપી સાથે મળીને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. 100થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે જોડાયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તહેવાર દરમિયાન જળવાઈ રહે તેને લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. રૂટ પર મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મેગી બનાવતી નેસ્લે અને કોકા-કોલા સહિતની કંપનીઓ રડાર પર:FSSAIએ 150થી વધુ નોટિસ મોકલી, ડોમિનોઝના પાંચ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
    Next Article
    વેરાવળમાં જુગાર પર પોલીસના દરોડા, 15 ઝડપાયા:પાંચ મહિલા સહિત 74,160નો મુદ્દામાલ જપ્ત, બે સ્થળે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment