Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં 'બાલિકા પંચાયત' અમલીકરણ તેજ:દીકરીઓના સશક્તિકરણ માટે ગ્રામ્ય સ્તરે સમિતિ રચાશે

    9 hours ago

    તાપી જિલ્લામાં દીકરીઓના સર્વાંગી વિકાસ અને તેમનામાં નેતૃત્વના ગુણો ખીલવવા માટે રાજ્ય સરકારના અભિગમ મુજબ 'બાલિકા પંચાયત'ના અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ દીકરીઓના જન્મદરથી લઈને તેમના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સુરક્ષા સુનિશ્ચિત કરીને તેમને સશક્ત બનાવવાનો છે. 'બાલિકા પંચાયત' દ્વારા સમાજમાં દીકરા-દીકરી વચ્ચેના જાતિગત ભેદભાવોને નાબૂદ કરવા તેમજ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. લોકશાહીના મૂલ્યોને મજબૂત કરવા માટે આ પંચાયતની રચના પણ ચૂંટણી પ્રક્રિયાના ઢાંચા પર કરવામાં આવશે. જેમાં ૧૪ થી ૨૦ વર્ષની વયજૂથની બાલિકાઓ ઉમેદવારી નોંધાવી શકશે. મતદાર યાદી તૈયાર કરવી અને પ્રચાર-પ્રસાર જેવી પ્રક્રિયાઓ બાદ તેમની પસંદગી કરવામાં આવશે. આ સમિતિના માધ્યમથી દીકરીઓ પોતે જ પોતાના વોર્ડની મહિલાઓ અને કિશોરીઓના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ લાવવા સક્ષમ બનશે. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની દેખરેખ હેઠળ રચાનારી આ પંચાયતની કામગીરીની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. જરૂર પડ્યે આ બેઠકોમાં શાળાના આચાર્યો, આંગણવાડી કાર્યકરો અને સામાજિક અગ્રણીઓનું માર્ગદર્શન પણ મેળવવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અને પંચાયત વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગો વચ્ચે સીધું સંકલન સાધવામાં આવશે. બાલિકા પંચાયત કિશોરીઓના પડકારોને ગ્રામસભા સુધી પહોંચાડી તેના ઉકેલ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ કોલેજમાં નાણાકીય સાક્ષરતા સેમિનાર યોજાયો:SEBI SMART ટ્રેનર્સ દ્વારા રોકાણ જાગૃતિ અને આયોજન શીખવાડાયું
    Next Article
    ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા 'નેત્રોત્સવ' વિધિ સંપન્ન:મોસાળમાં ભગવાનને આંખો પર મધ લગાવી પટ્ટી બંધાઈ, ગુરુવારે નગરચર્યા પર નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment