Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી:ઈ.ચા. કલેક્ટરે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, SDRF ટીમ તૈનાત

    22 hours ago

    હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે, ઈ.ચા. જિલ્લા કલેક્ટર એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંભવિત ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઈ.ચા. કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા અને પરસ્પર સંકલનથી કામ કરવા સૂચના આપી હતી. પૂર જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ, રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા અને સંબંધિત સાધન-સામગ્રી તૈયાર રાખવા પણ જણાવાયું હતું. જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખી, મળતી દરેક માહિતી પર ત્વરિત પ્રતિસાદ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંભવિત આપત્તિનો સામનો કરવા માટે SDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. ઈ.ચા. કલેક્ટરે જિલ્લાના નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણીના વહેણવાળા રસ્તા કે કોઝવે પાર ન કરવા અને વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લામાં ન બાંધવા અપીલ કરી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા પણ સૂચના અપાઈ હતી. તેમણે અફવાઓથી દૂર રહી, માત્ર સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમના 02742 - 250627 નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલે નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ સતત નજર રાખવા જણાવ્યું હતું. તેમણે માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણી અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી આયોજન સાથે સતર્ક રહેવા સૂચના આપી હતી. આગાહીના સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો:નીચાણવાળા ચુડા, ગોખરવાળા ગામોને સાવચેતી, નાયકા ડેમ 90% ભરાયો
    Next Article
    અદાણી CNGના ભાવમાં ફરી 4 રૂપિયાનો વધારો:નવો ભાવ પ્રતિ કિલો 94.02 રૂપિયા, લઘુતમ ભાડું 30 કરવાની માગ સાથે રિક્ષાચાલકોનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment