Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી CNGના ભાવમાં ફરી 4 રૂપિયાનો વધારો:નવો ભાવ પ્રતિ કિલો 94.02 રૂપિયા, લઘુતમ ભાડું 30 કરવાની માગ સાથે રિક્ષાચાલકોનો વિરોધ

    1 day ago

    ઑગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં તોતિંત ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો પ્રતિ કિલોનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લે 19 જુલાઈ, 2026ના રોજ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 12 દિવસમાં બીજી વખત અદાણી CNGના ભાવ વધ્યા છે. જેનો વિરોધ કરતા રિક્ષા ચાલક આશિષ ગામીતે જણાવ્યું હતું કે, આવી પરસ્થિતિમાં રિક્ષા કઈ રીતે ચલાવી એતો તમે પણ જાણો છો, બધા પણ જાણે છે કે ઘર કઈ રીતે ચલાવવું, એના કરતા તો મરી જવું સારું એવું લાગે છે. CNGના ભાવમાં એક સાથે 4 રૂપિયાનો વધારો CNG પર નિર્ભર લાખો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં આજે ફરી પ્રતિ કિલો 4નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ CNGનો ભાવ હવે 90.02થી વધીને 94.02 પ્રતિ કિલો પહોંચી ગયો છે. અગાઉ પણ કંપનીએ ભાવમાં વધારો કરતાં 88.02થી 90.02 રૂપિયા ભાવ થઈ ગયો હતો. હવે તેના પર વધુ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું ગણાતું CNG હવે પેટ્રોલ અને ડિઝલના સમકક્ષ પહોંચી ગયું છે. રિક્ષા અને ટેક્સી ચાલકો માટે ચિંતા સતત વધી રહેલા ભાવને કારણે CNG વાહન ચાલકોનું બજેટ ખોરવાઈ શકે છે. તેમજ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો માટે આ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. CNGના સતત વધી રહેલા ભાવની સૌથી મોટી અસર રિક્ષા ચાલકો પર જોવા મળશે. અગાઉ ઓછા ખર્ચને કારણે હજારો લોકોએ પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને CNG વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે વારંવાર થતા ભાવ વધારાને કારણે તેમની બચતનું ગણિત પણ બગડી રહ્યું છે. પરિપત્ર ન થતા રિક્ષાના ભાડામાં વધારો નહીં અગાઉ પણ જ્યારે અદાણી કંપની દ્વારા CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા ભાડામાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે વાહન વ્યવહાર કમિશનર સાથેની ચર્ચા બાદ ભાડામાં વધારો આપવાની સહમતિ સધાઈ હતી. પરંતુ હજી સુધી સરકાર દ્વારા પરિપત્ર કરવામાં ન આવતા રિક્ષા ચાલકો ભાડામાં વધારો કરી શક્યા નથી. જેથી વધતા જતા CNG ના ભાવ સામે હવે રિક્ષા ચાલકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે. 'મહિનામાં જ બેથી ત્રણ વખત ભાવવધારાનો વિરોધ' અમદાવાદ રીક્ષા ચાલક એક્તા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી કંપની દ્વારા આજે CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જ્યારે CNGના ભાવ 10 પૈસા પણ વધતા હોય તો તેની સીધી અસર રિક્ષાચાલકો પર પડતી હોય છે. સરકાર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો તેનું નોટિફિકેશન પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જેથી અમે વધારા સાથેનું ભાડું પણ લઈ શકતા નથી. મહિનામાં જ બેથી ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કંપનીઓ પર કોઈ પણ પ્રકારનો રોકટોક રાખવામાં આવતો નથી. 'મિનિમમ ભાડું 25થી વધારી 30 કરવામાં આવે' વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે મીનીમમ ભાડું 20થી વધારી 25 કરવામાં આવ્યું હતું. તેમજ રનિંગમાં 15 રૂપિયા હતા જે વધારીને 20 કરવામાં આવ્યા હતા. જો કે હવે અમારી માગણી છે કે મિનિમમ ભાડું 25થી વધારી 30 કરવામાં આવે અને તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે. જેથી જે ભાવ વધારો થયો છે તેની અસર રિક્ષા ચાલકોને ન થાય. સરકાર એવી સિસ્ટમ બનાવે કે અમારું જે પ્રકારે પાડામાં વધારો કરવામાં આવે છે તે જ પ્રકારે કંપનીઓના CNG ના ભાવમાં જ વધારો વર્ષે એક જ વધારવામાં આવે. જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ફરજ પડશે. 'રીક્ષા ચલાવવા કરતા મરી જવું સારું' રિક્ષા ચાલક આશિષ ગામીતે જણાવ્યું હતું કે, દરેક વસ્તુમાં અત્યારે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સ્કૂલ ફી, સહિતની વસ્તુઓમાં મોંઘવારીનો માર સહન કરવો પડતો હતો, પરંતુ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવતા તેની ખૂબ જ અસર થઈ રહી છે. દૂધની એક થેલી પણ ઘરે કઈ રીતે સાંજે લઈ જવી તેનો પણ વિચાર કરવો પડે છે. સાંજે ઘરે શાકભાજી લઈ જવી પણ મુશ્કેલ બની છે. આવી પરિસ્થિતિમાં રીક્ષા ચલાવવી ખૂબ જ કપરું બનું ગયું છે. આટલી મોંઘવારીમાં રીક્ષા ચલાવવા કરતા મરી જવું સારું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી:ઈ.ચા. કલેક્ટરે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, SDRF ટીમ તૈનાત
    Next Article
    Shivangi Joshi's Sister Clarifies Lock Upp Contestant's Secret

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment