Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં રાજ્યમાં SDRF ની 11 ટીમ સજ્જ રહેશે:કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતા જવાનોને ટ્રેનિંગ અપાઈ, 13 વર્ષમાં 600 લોકોનું રેસ્ક્યુ કર્યુ

    1 week ago

    ચોમાસામાં ગુજરાતમાં એસ.ડી.આર.એફ.ની 11 ટીમ સજ્જ રહેશે. કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતા આ જવાનોને તાજેતરમાં જ ટ્રેનિંગ આપવામાં આવી છે. પોતાના જીવની પરવાહ ન કરતી આ ટીમ દ્વારા છેલ્લા 13 વર્ષમાં 600 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. રાજકોટના SRP ગ્રૂપ હેઠળના SDRF ગ્રુપ 13 ની ટીમના પોલીસ ઇન્સ્પેકટર મયુર કોટડિયાએ જણાવ્યુ હતુ કે, આ SDRF - 13 ગ્રુપને રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર અને મોરબીમાં પણ કામગીરી અર્થે ફરજ સોંપવામાં આવે છે. રાજકોટ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં પૂર સમયે ગ્રામીણ વિસ્તારમાં અમારી ટીમની વિશેષ જરૂરિયાત રહે છે.વર્ષ 2013થી આજ સુધીમાં અમારી ટીમ દ્વારા 600થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.દર વર્ષે ચોમાસામાં અનેક ગામોમાં પાણી ભરાય, પૂર આવે ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ બચાવ અને રાહત કામ માટે પહોંચી જાય. કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે મદદરૂપ બનવું એ તેમનું મુખ્ય લક્ષ્ય. ત્યારે આવો જાણીએ એસ.ડી.આર.એફ. શું છે અને તે કેવી રીતે કામ કરે છે. વર્ષ 2013માં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા માનવસર્જિત અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, પૂર્વતૈયારી અને રાહત-બચાવની કામગીરી અર્થે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રચના કરવામાં આવી. જે એન.ડી.આર.એફ. સાથે મળીને કામ કરે છે. સ્ટેટ રિઝર્વ પોલીસ (એસ.આર.પી.) ના 23 યુનિટ પૈકી 11 યુનિટમાં એસ.ડી.આર.એફ. ની 11 કંપની કાર્યરત છે. દરેક કંપનીમાં ત્રણ ટીમ કાર્યરત હોય છે. ટીમમાં 33 જેટલા જવાનો જોડાયેલા હોય છે. એસ.ડી.આર.એફ.ટીમને કયા પ્રકારની ટ્રેનીંગ અપાય છે? : કુદરતી આફત સમયે માનવ જિંદગી બચાવી શકે તે માટે એસ.ડી.આર.એફ. જવાનોને 45 દિવસની બેઝિક અને અન્ય ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમાં મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પ્રિ- હોસ્પિટલ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, કોલેપ્સ સ્ટ્રક્ચરમાં લોકોને કેવી રીતે બચાવવા, ફ્લડમાં ડૂબતા લોકોને બોટમાં કે રોપ દ્વારા બચાવ કાર્ય, કેમિકલ કે બાયોકેમિકલ ડિઝાસ્ટર સહિતની તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં બરોડા અને ગાંધીનગર એમ બે સ્થળે એન.ડી.આર.એફ. દ્વારા તાલીમ અપાય છે. જરૂર પડ્યે બે સપ્તાહની સ્પેશિયલાઈઝ ટ્રેનિંગ પણ એન.ડી.આર.એફ. દ્વારા આપવામાં આવતી હોવાનુ કોટડીયાએ ઉમેર્યું હતુ. બચાવ અને રાહત માટે જરૂરી સાધનો : એસ.ડી.આર.એફ. ટીમને સ્ટ્રેચર સહીત મેડિકલ કીટ, બોટ, તરાપા, રબર બોટ, ભૂકંપ ગ્રસ્ત બિલ્ડીંગ માટે કટિંગ કીટ, હાઇડ્રોલિક જેક સહિતના સાધનો આપવામાં આવે છે. રિમોટ દ્વારા ઓપરેટ થતું દૂરબીનયુક્ત વિહિકલ (અન્ડર વોટર રિમોટ કંટ્રોલ વિહિકલ) કે જે ઊંડા પાણીમાં શોધખોળ કરી શકે તે પ્રકારનું સાધન ઉપલબ્ધ કરાયું છે. એસ.ડી.આર.એફ.ના પોલીસ ઇન્સ્પેકટરે કહ્યું હતું કે, ચોમાસાના પ્રારંભે પૂર્વ તૈયારીના ભાગરૂપે મે-જૂન માસમાં એક મહિનાની તાલીમ ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. ગોહિલના માર્ગદર્શનમાં હાલમાં આજી ડેમ ખાતે લોન્ગ ડિસ્ટન્સ સ્વિમિંગ, ડીપ ડાઇવ, સ્પીડ બોટીંગ, તેમજ રેસ્ક્યુ તાલીમ આપવામાં આવી હતી.પર્યાવરણમાં થઇ રહેલા સતત ફેરફારના કારણે પૂર, વાવાઝોડું જેવી કુદરતી આફત ક્યારેય પણ આવી શકે છે ત્યારે લોકોએ સચેત રહેવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    દમણના દરિયાકાંઠે ટોળું બાથંબાથી, વીડિયો વાઈરલ:સી ફેસ જેટી દરિયા કિનારે આઠથી વધુ યુવક ઝઘડી પડ્યા, સહેલાણીઓની સુરક્ષા મોટો સવાલ
    Next Article
    થલતેજ-ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી સમસ્યા વધી:4 દિવસથી પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા, તંત્ર દોડતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment