Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણના દરિયાકાંઠે ટોળું બાથંબાથી, વીડિયો વાઈરલ:સી ફેસ જેટી દરિયા કિનારે આઠથી વધુ યુવક ઝઘડી પડ્યા, સહેલાણીઓની સુરક્ષા મોટો સવાલ

    1 week ago

    દમણના સી ફેસ જેટી દરિયા કિનારે યુવકો વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટનામાં સાતથી આઠ જેટલા યુવકો અગમ્ય કારણોસર છુટ્ટા હાથની મારામારી કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે પણ આ જ સ્થળે સહેલાણીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો વાઈરલ થયો હતો. દમણમાં દારૂ પીને છાકટા બનેલા સહેલાણીઓ વચ્ચે મારામારીના બનાવો વારંવાર બનતા રહે છે, જે શાંતિથી પરિવાર સાથે ફરવા આવેલા અન્ય સહેલાણીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. પોલીસનો અપૂરતો સ્ટાફ દેવકાથી લઈને જમ્પોર સુધીના લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે પોલીસ કાફલો પૂરતો ન હોવાને કારણે આવા તત્વો બેફામ બનતા હોવાનું મનાય છે. હાલમાં ઉનાળુ વેકેશન અંતિમ તબક્કામાં હોવાથી દમણમાં સહેલાણીઓની મોટી ભીડ જોવા મળી રહી છે. સહેલાણીઓની સુરક્ષા ચિંતાનો વિષય આવી ઘટનાઓથી દમણમાં સહેલાણીઓની સુરક્ષા અંગે ચિંતાનો વિષય ઊભો થયો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આવા વીડિયો વાઈરલ થવા એ ગંભીર બાબત છે. લોક માંગણી છે કે દરિયા કિનારે દારૂ પીને છાકટા થતા આવા તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા સત્વરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આવી ઘટનાઓ પર દમણ પોલીસ કાબુ મેળવે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:પત્ની રિસામણે ગયા બાદ હડાળાના યુવાને, છૂટાછેડા થઈ ગયા બાદ કોઠારીયાના યુવાને અને વાવડીમાં યુપીના શ્રમિકનો ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    ચોમાસામાં રાજ્યમાં SDRF ની 11 ટીમ સજ્જ રહેશે:કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતા જવાનોને ટ્રેનિંગ અપાઈ, 13 વર્ષમાં 600 લોકોનું રેસ્ક્યુ કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment