Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:પત્ની રિસામણે ગયા બાદ હડાળાના યુવાને, છૂટાછેડા થઈ ગયા બાદ કોઠારીયાના યુવાને અને વાવડીમાં યુપીના શ્રમિકનો ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    1 सप्ताह पहले

    રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પત્ની રિસામણે ગયા બાદ હડાળાના યુવાને, છૂટાછેડા થઈ ગયા બાદ કોઠારીયાના યુવાને અને વાવડીમાં યુપીના શ્રમિકે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વાવડીમાં યુપીના શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રથમ બનાવમાં વાવડી વિસ્તારમાં સોનુકુમાર ચૌહાણ (ઉં.વ.25)એ ગઈકાલે સવારે પોતાના કંપની ક્વાર્ટરની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ પછી તેમની સાથે કામ કરતો તેનો મિત્ર પાણી પીવા માટે રૂમમાં ગયો ત્યારે તેને સોનુને એંગલમાં ગમછો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો જેથી તેણે અન્ય શ્રમિકોને બોલાવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરી હતી. 108ના EMTએ સ્થળ પર યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તેણે આસામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. સોનુ બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ પત્ની માવતરે આસામમાં ડિલિવરી કરવા ગઈ હતી. ગઈકાલે સોનુ કામ કરતો હતો ત્યારે કંપનીમાં અધૂરું કામ મૂકીને દોડીને તેની રૂમમાં ગયો હતો અને બાદમાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. છૂટાછેડા થઈ ગયા બાદ યુવાને આપઘાત કર્યો રાજ શાંતિલાલ કાપડિયા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રીના 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો લાંબા સમય સુધી તે બહાર ન આવતા તેમના નાનાએ જઈને રૂમમાં જોતા તેમનો દોહિત્ર રાજ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. નાનાએ બુમાબુમ કરતા પરિવારના સભ્યો અને પાડોશીઓ પણ દોડી ગયા હતા. 108ના EMTએ રાજને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં રાજ તેના માતા પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને તેના પિતાને આજીડેમ રોડ પર સહજાનંદ ટાયર નામની દુકાન હોવાનું સામે આવ્યું છે. પોતે ઇલેક્ટ્રિક કામ કરતો હતો. 4 મહિના પહેલા તેના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. હાલ તે નાના સાથે રહેતો હતો. બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્ની રિસામણે ગયા બાદ હડાળા ગામે યુવકનો આપઘાત નરેશ મધુભાઈ રાબડીયા (ઉ.વ.33) આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે છતના હુકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા પોલીસ અને 108માં કરતા 108ના EMTએ તપાસી નરેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં નરેશે પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્ન કર્યાં હોવાથી નરેશના સાસરીયા પક્ષના લોકોએ પહેલેથી જ ઓછો વ્યવહાર રાખ્યો હતો જોકે 15 દિવસ પહેલા કોઈ બાબતે પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા પૂર્વીશાબેન બંને દીકરીઓને લઈને પોતાના માવતર જતા રહ્યા હતા અને ધંધામાં મંદી રહેતા આર્થિક ભીંસ પણ હતી. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાને આપઘાત કરતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 6 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત:ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદે વસવાટનો પર્દાફાશ, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે
    Next Article
    દમણના દરિયાકાંઠે ટોળું બાથંબાથી, વીડિયો વાઈરલ:સી ફેસ જેટી દરિયા કિનારે આઠથી વધુ યુવક ઝઘડી પડ્યા, સહેલાણીઓની સુરક્ષા મોટો સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment