Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાનો નવી વીડિયો સામે આવ્યો:નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોએ ભુક્કા બોલાવ્યા, ત્રણ શંકાસ્પદ રાઉન્ડઅપ, પોલીસની 6થી વધુ ટીમો તપાસમાં જોતરાઈ

    12 hours ago

    મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા જીવલેણ હુમલાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીએ તેની કારના ભુક્કા બોલાવી દીધા હોવાનું દેખાઈ છે. પોલીસે તપાસ શરૂ કરીને 3 શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કર્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની 6થી વધુ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે. મહેસાણાના નાગલપુર ચોકડી પાસે આવેલ હાઇવે રોડ પર પકવાન ડાઇનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક રવિવારે(30 ઓગસ્ટ) રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના રહીશ અને મસ્તાની ગૅંગ તરીકે ઓળખાતા ભાવેશ રબારી (ઉર્ફ ભાવેશ ઝીલિયા) પોતાની ફોર્ચ્યુનર ગાડી (GJ-05-RX-5754)માં મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઝીલિયાની ફોર્ચ્યુનરને ટક્કર મારીને ગોળીબાર કર્યો હતો સફેદરંગની, નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ઇસમોએ ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરને ડ્રાઇવર સાઇડથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડી રિવર્સ લઈને સતત બેથી ત્રણ વખત ટક્કરો મારી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની ડ્રાઇવર સીટ તથા તેની પાછળના કાચમાંથી જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વર જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અચાનક થયેલા હુમલામાં ભાવેશ ઝીલિયાને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્કોર્પિયો લઈને નાગલપુર તરફ ભાગી છૂટ્યા બનાવને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્કોર્પિયો લઈને નાગલપુર તરફ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ભાવેશ ઝીલિયા અને તેમના મિત્ર વિપુલભાઈએ તાત્કાલિક પોતાની ગાડી સાથે 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર બનાવ અંગે આપવીતી જણાવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની 6થી 7 અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક કાર્યવાહી દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ કેસમાં હજુ પણ વધુ નામો ખુલવાની શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો કુખ્યાત ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરમાંથી પણ રિવોલ્વર-છરો મળ્યા, ગુંડાઓએ 3 ટક્કર મારી ગોળીબાર કર્યો મહેસાણામાં ગઈકાલે(30 ઓગસ્ટ) રાત્રે 9 વાગ્યે 'મિર્ઝાપુર' જેવી ગેંગવોરના દૃશ્યો સર્જાયા હતા. જેમાં સ્કોર્પિયોમાં આવેલા ગુંડાઓએ ફોર્ચ્યુનરને 3 ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયાને ઈજા થઈ હતી. ત્યારબાદ હાઈવે પર પોતાની કાર પર ફાયરિંગ થયું હોવાની ફરિયાદ નોંધાવવા 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચેલા ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરમાંથી 1 બ્લેક કલરની રિવોલ્વર, તેમાં લોડ કરેલા 6 જીવતા કારતૂસ અને છરો મળી આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    મોરબી પોલીસે 36 મોબાઈલ અને રોકડ સહિત લાખોનો મુદ્દામાલ પરત:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલ અને CCTVની મદદથી ગુમ થયેલો મુદ્દામાલ મળ્યો
    Next Article
    Shehbaz Sharif Crops Out PM Modi To Take 'Centre Stage' In Shanghai Bloc Pic

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment