Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી:દશેરાએ જ્ઞાનેશ કુમારનું પૂતળું બાળી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા

    15 hours ago

    અસત્ય પર સત્ય અને અન્યાય પર ન્યાયના વિજયના પ્રતીક એવા દશેરાના પર્વે કચ્છ જિલ્લા કોંગ્રેસે રાજકીય વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભુજના સરપટ નાકા નજીક ગાંધી સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ વ્યક્ત કરી તેમનું પૂતળું બાળવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા, મતદારોના અધિકારો અને ચૂંટણી પંચની વિશ્વસનીયતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દેશની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા છેલ્લા કેટલાક વર્ષોમાં નબળી પડી છે. પક્ષના જણાવ્યા અનુસાર, અગાઉ ચૂંટણી પંચની કામગીરી અને તેની નિષ્પક્ષતા અંગે લોકોમાં વિશ્વાસ હતો, પરંતુ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ચૂંટણી પંચની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા થયા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થતી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવતાં નથી અને કેટલીક બાબતોમાં સત્તાધારી પક્ષને લાભ પહોંચાડવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી હતી. પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના નિર્ણયોને લઈને અસંમતિના અવાજો સામે આવ્યા છે, પરંતુ તેને પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસે માગ કરી હતી કે ચૂંટણી પંચની કામગીરીની તપાસ કરવામાં આવે, જવાબદારી નક્કી કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસે વધુમાં એવી માગણી કરી હતી કે ચૂંટણી પંચની કામગીરીના આધારે સત્તામાં આવેલી સરકારો અને તેમના દ્વારા પસાર કરાયેલા કાયદાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવે. આ સાથે કથિત ગેરરીતિઓ માટે જવાબદાર અધિકારીઓ તેમજ દબાણ ઊભું કરનારા રાજકીય નેતાઓ સામે કાર્યવાહી કરવાની માગ ઉઠાવવામાં આવી હતી. જોકે, આ તમામ મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને માગણીઓ છે. આ કાર્યક્રમમાં રાજેશભાઈ આહીર, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, અમીર અલી લોઢિયા, પી.સી. ગઢવી, ગનીભાઈ કુંભાર, માવજી મહેશ્વરી, રાજેશ ત્રિવેદી, વેરશી મહેશ્વરી સહિત જિલ્લા અને શહેરના અનેક આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ગની કુંભારે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈશાક ડારની સામે રાજનાથ સિંહે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો:કહ્યું- આતંકવાદીઓને આશરો આપનારાઓ સામે એકસાથે ઊભા રહો, ચીન પર પણ નિશાન સાધ્યું
    Next Article
    સુરતમાં આગની બે ઘટના, અંજની ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી આગ:ચોથા માળે રહેતા કામદારોમાં દોડધામ, ચૂલામાંથી આગ ભડકતા 6 ઝૂંપડાં ખાખ, રોકડ સહિત ઘરવખરી બળી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment