Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SDPAY કૌભાંડ:વક્તાપુરના શિક્ષકે રૂ.6.55 લાખ અને અન્ય 6એ રૂ. 12.65 લાખ ગુમાવ્યા

    13 hours ago

    છેલ્લા 14 દિવસથી એસડીપે-અપનાપે એપ્લીકેશનથી સાયબર ફ્રોડ આચરાઈ રહ્યાનો પર્દાફાશ થયા બાદ પૈસા મળી જશેના લોભમાં બેસી રહેલા લોકોની ધીરજ ખૂટી હોય તેમ મંગળવારે સાંજે હિંમતનગરના વક્તાપુરના શિક્ષકે અન્ય 6 રોકાણકર્તા સાથે મળી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મૂખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિત સ્થાનિક એજન્ટો અને એપ્લીકેશનના પ્રમોટરો ડિરેક્ટરો અને અન્ય લોકો સામે કુલ રૂ.19.20 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. આમાંથી એક શિક્ષક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વક્તાપુરની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ફરીદહુસેન કરીમભાઈ મનસુરી દોઢેક વર્ષ અગાઉ પાડોશમાં રહેતા ઘોરવાડા ગામના મુસ્તકીમ ઉર્ફે મુસ્તાક વલીભાઈ મનસુરીએ એસડીપે એપ્લીકેશનની માહિતી આપી હતી કે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાથી બે ટકા કેશબેક મળે છે અને વોલેટમાં બેલેન્સ હોય તો રોજનું 0.25 ટકા કેશબેક મળે છે. તમારા નીચે અન્ય લોકોને જોડો તો એક લાખના રોજ રૂ.75 મળે છે. રોકાણ ઉપર માસિક સરેરાશ 10 ટકા વળતરની લાલચ આપતા ફરીદહુસેને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તા.11-03-26 ના રોજ મુસ્તકીમ મનસુરીએ તેના પિતા વલીભાઈના વોલેટમાંથી રૂ.1 હજાર ફરીદહુસેનના વોલેટમાં ટ્રાન્સફર કરી જમા થતું વળતર બતાવ્યું હતું. ત્યારબાદ ફરીદહુસેને તેમની માતા રજીયાબેન અને દીકરી નાજનીનને સભ્ય બનાવી રૂ. 2.55 લાખ અને 2.0 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને મુસ્તકીમના કહ્યા મુજબ રૂ. 1 લાખ વારીસભાઈ વલીભાઈ મનસુરીના ખાતામાં જમા કરાવ્યા હતા. જે ટ્રાન્સફર થઈને તેમની માતા રજીયાબેનના વોલેટમાં રૂ. 3 લાખ જમા બતાવતા હતા અને વોલેટમાં જમા થતા કેશબેકના ટેક્સટ મેસેજ પણ આવતા હતા. ત્યારબાદ એસડીપેનું અપડેટ આવતા અપનાપે થઈ ગયું હતું અને તે પછી પૈસા વિડ્રો કરવા પ્રયાસ કરતાં ઓટીપી આવતો ન હતો. બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ જેવી સેવાઓ બંધ થઈ જતાં મુસ્તકીમને વાત કરતાં અપડેટનું કામ ચાલુ હોવાથી પછી પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડ થઈ રહ્યું હોવાથી જેવા બહાના કાઢી ખોટા દિલાસા આપ્યા હતા. આ દરમિયાન આસીફ ઈકબાલ પીરમહમદ મનસુરી અને તેના પરિવારના રૂ. 5.20 લાખ મુસ્તકીમે અને રમેશ ગોવિંદભાઈ પલ્લાચાર્ય અને મળતીયાઓએ અક્ષયસિંહ ભૂપતસિંહ ચૌહાણના રૂ. 1.50 લાખ, કરણસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણના રૂ.2.75 લાખ, રણુસિંહ દીપસિંહ ઝાલાના રૂ. 40 હજાર, શકરાજી અમાજી ચૌહાણના રૂ.2 લાખ, ભેરવસિંહ મન્નાસિંહ રાજપૂતના રૂ. 20 હજાર અને હિતેશકુમાર સોમાલાલ સોનીના રૂ.60 હજારનુ રોકાણ કરાવ્યાનું અને નાણા ફસાયાનું જાણવા મળ્યુ હતું. આ ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ફરીદહુસેન મનસુરીએ તેમના રૂ.6.55 લાખ અને અન્યના રૂ.12.65 લાખ મળી કુલ રૂ.19.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવા અંગે ફરિયાદ નોંધાવતા એસડીપેના માલિક ધવલ ગોવિંદ પટેલ (રહે. માંકણોજ જિ.મહેસાણા), નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઝાલા (રહે. વક્તાપુર, હિંમતનગર) મુસ્તકિમ ઉર્ફે મુસ્તાક વલીભાઈ મનસૂરી (રહે. ઘોરવાડા તા.હિંમતનગર), રમેશ ગોવિંદ પલ્લાચાર્ય (રહે. હિંમતનગર) અને એસડીપેના પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો, એજન્ટો અન્ય સહયોગીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ભાસ્કર ઇનસાઇડ: આરોપીઓમાં એક શિક્ષક‎‎ ઈન્વેસ્ટિગેશન ઓફિસર ધવલ સાકરિયાએ જણાવ્યું કે ગુનો નોંધી‎ તપાસ હાથ ધરાઈ છે. આગામી સમયમાં ભોગ બનનારની સંખ્યા વધી‎ શકે છે. તમામ આરોપીઓને પકડી હિંમતનગર લવાશે. રમેશભાઈ ‎પાલ્લાચાર્ય નામનો શખ્સ શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. તમામ‎ એજન્ટોની વિગતો મેળવવા તજવીજ ચાલુ કરી દેવાઈ છે.‎
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા:બંને પાકિસ્તાની હોવાની આશંકા; સુરક્ષા દળોનું ઓપરેશન ગઈકાલ રાતથી ચાલુ
    Next Article
    ઈડર-હિંમતનગર રોડ પર ગંભીર અકસ્માત‎:ગાય સાથે બાઈક અથડાતાં પિતાનું મોત, પુત્ર ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment