Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડર-હિંમતનગર રોડ પર ગંભીર અકસ્માત‎:ગાય સાથે બાઈક અથડાતાં પિતાનું મોત, પુત્ર ઇજાગ્રસ્ત

    12 hours ago

    ઇડર-હિંમતનગર રોડ પર આવેલા સાપાવાડાની સીમમાં ગાય સાથે બાઇક અથડાતાં ચાલક પિતાનું મોત થયું હતું જ્યારે મૃતકનો પુત્ર ઘાયલ થતાં ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઇડર-હિંમતનગર રોડ પર આવેલા સાપાવાડાની સીમમાં અપના સિનેમા સામે અને પેટ્રોલપંપ નજીક ગત તા.1સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે કોદરભાઈ ઉર્ફે કિરણભાઈ બબાભાઈ ચાવડા બાઈક નંબર જીજે-09-એએન-5730 ઉપર ખેડબ્રહ્માના શીતોલ ગામેથી દર્શન કરી હિંમતનગર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઈક આગળ ગાય આવી જતાં ગંભીર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક કોદરભાઈને માથાના પાછળના તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા તેમના પુત્ર વિશ્વ કોદરભાઈ ચાવડાને ડાબી આંખની પાંપણ ઉપર તથા શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે કોદરભાઈને મૃત જાહેર કર્યા હતા. ઇડર પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    SDPAY કૌભાંડ:વક્તાપુરના શિક્ષકે રૂ.6.55 લાખ અને અન્ય 6એ રૂ. 12.65 લાખ ગુમાવ્યા
    Next Article
    IIFA એવોર્ડ્સ 2027 અબુ ધાબીમાં યોજાશે:સલમાન ખાન, કરીના કપૂર સહિત ઘણા સિતારાઓ સામેલ થશે; ગયા વર્ષે ભારતમાં યોજાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment