Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SDPay એપથી 635 કરોડનું ફ્રોડ કરનારા બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા:ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશામાંથી દબોચ્યા, ફ્લાઇટમાં અમરેલી લવાયા

    1 day ago

    અમરેલી પોલીસે SD Pay એપ્લિકેશન દ્વારા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા 635 કરોડના મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ઝડપી પાડ્યા છે. SD Pay અને અપના પે એપ્લિકેશન મારફતે રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને લોકો પાસેથી નાણાં મેળવવાના આ કેસમાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હવે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા તપાસમાં મહત્વની કડીઓ મળવાની શક્યતા છે. અમરેલી SP સંજય ખરાતની ટીમ અને અન્ય ટીમો મુખ્ય સૂત્રધાર માસ્ટર માઈન્ડ ધવલ પટેલને શોધવા માટે અલગ અલગ રાજ્યમાં દોડધામ કરતી હતી. આ વચ્ચે એક સાયબરની ટીમને આરોપી ઓડીશાના સંભલપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે ઓડિશામાંથી મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહીત અન્ય હિરેન શાહ બંનેની કાર નંબર GJ-06-RE-1989 સાથે ધરપકડ કરી છે. બંને આરોપીઓને વિમાનમાર્ગે આજે 15 સપ્ટેમ્બરે અમરેલી સાઇબર ક્રાઇમ ખાતે લાવી પૂછપરછ હાથ ધરાશે. અમરેલીના ઇતિહાસમાં પોલીસ પ્રથમ વખત કોઈ આરોપીને ફ્લાઈટમાં લાવી છે. 8 સપ્ટેમ્બરે FIR બાદ SITની રચના થઈ અમરેલી પોલીસે 8 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કથિત ફ્રોડ નેટવર્કનો ખુલાસો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ SD Pay અને અપના પે એપ્લિકેશન મારફતે લાખો રોકાણકારોને ઊંચા દૈનિક વળતરની લાલચ આપવામાં આવી હતી. આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે FIR નોંધવામાં આવી હતી અને IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી હતી. 10 લાખથી વધુ ડાઉનલોડ, પોણા બે લાખ લોકો જોડાયા તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને તેને પ્લે સ્ટોર પર મૂકી હતી. એપ્લિકેશનના 10 લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સ મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એપમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને રેફરલ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. 3.50 લાખ લોકોનો ડેટા પોલીસના હાથે પોલીસને તપાસ દરમિયાન એપ્લિકેશનમાં નામ અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટર થયેલા આશરે સાડા ત્રણ લાખ લોકોનો ડેટા મળ્યો છે. આ લોકોનું જિયોગ્રાફિકલ વિશ્લેષણ કરીને તેમના સરનામાં શોધવાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને સુરત સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાના રોકાણકારો આ કથિત ફ્રોડનો ભોગ બન્યા હોવાની આશંકા છે. બેંક ખાતામાં 635 કરોડના ટ્રાન્ઝેક્શનની તપાસ પકડાયેલા આરોપીઓના બેંક ખાતાઓની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ખાતાઓ છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન ખોલવામાં આવ્યા હતા અને આરોપીઓનો કોઈ કાયદેસર વ્યવસાય ન હોવા છતાં તેમાં આશરે 635 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ રકમના સ્ત્રોત ઉપરાંત આરોપીઓએ ઇનકમ ટેક્સ, GST કે અન્ય ટેક્સ ભર્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ધવલ પટેલને શોધવા રાજ્ય અને અન્ય રાજ્યોમાં ટીમો દોડતી હતી કેસ નોંધાયા બાદ અમરેલી સાયબર ક્રાઇમ ટીમે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલની શોધખોળ શરૂ કરી હતી. રાજ્ય ઉપરાંત આંતરરાજ્ય સ્તરે પણ અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. દરમિયાન ધવલ પટેલ ઓડિશામાં હોવાની માહિતી મળતાં સાયબર ટીમ ત્યાં પહોંચી હતી અને ધવલ પટેલ સાથે હિરેન શાહને પણ ઝડપી પાડ્યો હતો. બંનેને અમરેલી સાયબર ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની ધરપકડની કાર્યવાહી તથા પૂછપરછ કરવામાં આવશે. Up Pay, HDP સહિતની સ્કીમમાં રોકાણ કરનારને અપીલ પોલીસે Up Pay, HDP અથવા અન્ય કોઈ માધ્યમથી આવી સ્કીમમાં નાણાંનું રોકાણ કરનાર લોકોને આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વધુ રોકાણકારો સામે આવે તો આરોપીઓ સામેનો કાયદાકીય સકંજો વધુ મજબૂત થઈ શકે છે. ઊંચા વળતરની લાલચથી સાવધાન રહેવા પોલીસની અપીલ અમરેલી એસપી સંજય ખરાતે નાગરિકોને લોભામણી અને ગેરકાયદેસર રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠગબાજો શરૂઆતના કેટલાક મહિના સુધી રોકાણકારોને મોટું વળતર ચૂકવી વિશ્વાસ જીતે છે અને બાદમાં વધુ લોકોને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મળતી આવી જાહેરાતો કે યોજનાઓની યોગ્ય ચકાસણી કર્યા વિના રોકાણ ન કરવા તથા છેતરપિંડી થાય તો રકમ નાની હોય છતાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : 635 કરોડનું કૌભાંડ, ગુજરાતમાં 1.50 લાખ લોકો લૂંટાયા:GPay જેવી SD Pay એપ બનાવી અમરેલી પોલીસે ગુજરાતના સૌથી મોટા કરોડો રૂપિયાના ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. SD Pay અને અપના પે નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને આ સાયબર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાતના લાખો રોકાણકારો સાથે 635 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે અને પોલીસે ગત 8 સપ્ટેમ્બરે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય ફરિયાદી એક પોલીસકર્મીની પત્ની છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) આ પણ વાંચો : SD Appએ 635 કરોડ લૂંટ્યા, ભાસ્કર તપાસમાં નવા ખુલાસા:રોકાણના નફાથી ડિફેન્ડર-ઓડી ખરીદ્યાના દાવા SD Pay અને અપના પે એપથી આચરવામાં આવેલા 635 કરોડના કૌભાંડની ગંભીરતા અને વ્યાપ જોતા ભાસ્કરે પણ આ કેસમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશન કર્યું. ભાસ્કર રિપોર્ટર જયદેવ વરુએ આ મામલે અમરેલી SP સાથે વાત કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો મહેસાણાના રિપોર્ટર અપૂર્વ રાવળ મુખ્ય આરોપી ધવલ પટેલની તે ઓફિસ કે જ્યાંથી આ મસમોટું કૌભાંડ આચરવા માટે પ્રથમ ઓફિસ રજિસ્ટર્ડ થઈ હતી તે સરનામે અને ઘરે પહોંચ્યા હતા. તો ગાંધીનગરના રિપોર્ટર દિપક શ્રીમાળી ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસે પહોંચ્યા હતા.ભાસ્કરના પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં ખૂબજ ચોંકાવનારી વિગતો સામે આવી છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
    Click here to Read More
    Previous Article
    હોસ્ટેલમાં ન ગમતા ધો.8નો વિદ્યાર્થી ટ્રેનમાં બેસી સુરતથી વડોદરા પહોંચ્યો:ટ્રેનમાં બાળકની શંકાસ્પદ હિલચાલ લાગતા મુસાફરે 1098 પર ફોન કર્યો, ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે પરિવારનો સંપર્ક કરી પિતાને સોંપ્યો
    Next Article
    પંજાબમાં તૈનાત 21 વર્ષીય અગ્નિવીરનો ડિંડોલીમાં આપઘાત:પ્રિયાંશના 9 મહિના પહેલાં જ થયા હતા લગ્ન, પગની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો; સ્મશાનમાં પરિવારજનોનો આક્રંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment