Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં તૈનાત 21 વર્ષીય અગ્નિવીરનો ડિંડોલીમાં આપઘાત:પ્રિયાંશના 9 મહિના પહેલાં જ થયા હતા લગ્ન, પગની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો; સ્મશાનમાં પરિવારજનોનો આક્રંદ

    1 day ago

    સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય અગ્નિવીર જવાન પ્રિયાંશ અશોકભાઈ સેંદાણેએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આપઘાતની આ કરૂણ ઘટના બાદ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સ્મશાન ભૂમિ ખાતે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો. ધોધમાર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, મિત્રો અને સગા-સંબંધિઓ તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. એક તરફ આકાશમાંથી વરસતો વરસાદ અને બીજી તરફ વહાલસોયા પુત્રને હંમેશ માટે વિદાય આપતી વખતે માતા અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા અત્યંત ગમગીન માહોલમાં જવાનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માસીને નહાવા જાઉં છું કહી ઉપરના રૂમમાં ફાંસો ખાધો મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના ડિંડોલી સ્થિત શિવાજી પાર્કમાં પોતાની માસીના ઘરે રહેતા 21 વર્ષીય પ્રિયાંશ સેંદાણે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતો હતો. ઘટનાના દિવસે બપોરે પ્રિયાંશે માસીને જણાવ્યું હતું કે તે નહાવા જઈ રહ્યો છે. ત્યારબાદ તે મકાનના ઉપરના રૂમમાં ગયો હતો અને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડીવાર બાદ જ્યારે માસીનો દીકરો પ્રિયાંશને કોઈ કામ અર્થે બોલાવવા માટે ઉપરના રૂમમાં ગયો ત્યારે પ્રિયાંશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત બૂમાબૂમ કરી મૂકી હતી. પિયાંશ પગની ગંભીર બીમારીથી પીડાતો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિયાંશનું હાલમાં પંજાબ ખાતે પોસ્ટિંગ હતું. તે છેલ્લા કેટલાક સમયથી પગમાં સતત દુખાવો અને સોજો ચડી જવાની ગંભીર બીમારીથી પીડાતો હતો. બીમારીના કારણે તે ભારે શારીરિક યાતના અને માનસિક ત્રાસ ભોગવી રહ્યો હતો. આ બીમારીથી અત્યંત કંટાળી જઈને પ્રિયાંશ લગભગ 1 મહિના પહેલાં જ પોતાની ડ્યુટી પર કોઈને કહ્યા વગર અચાનક ઘરે પરત આવી ગયો હતો. નાનપણથી જ માતા-પિતા વચ્ચેના અણબનાવના કારણે અલગ રહેતા હોવાથી પ્રિયાંશ માસીના ઘરે જ મોટો થયો હતો અને ત્યાં જ રહેતો હતો. 9 મહિના પહેલાં જ લગ્ન થયા, પત્ની પિયર ગઈ ને પગલું ભર્યું આ ઘટના પાછળ અન્ય એક હૃદયદ્રાવક પાસું એ પણ સામે આવ્યું છે કે પ્રિયાંશના હજુ માત્ર 9 મહિના પહેલાં જ ધામધૂમથી લગ્ન થયા હતા. નવદંપતીનું લગ્નજીવન હજુ માંડ શરૂ થયું હતું ત્યાં જ આ દુર્ઘટના ઘટી ગઈ હતી. પ્રિયાંશની પત્ની ગણેશોત્સવ હોવાથી બે દિવસ પહેલાં જ પોતાના પિયર ગઈ હતી. ઘરમાં પત્નીની ગેરહાજરી વચ્ચે રવિવારે પ્રિયાંશે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રિયાંશના અકાળે અવસાનથી તેની નવપરિણીત પત્ની અને પરિવારજનો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. મોબાઈલ જપ્ત કરી પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બનાવની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે પંજાબ સ્થિત આર્મી હેડક્વાર્ટર ખાતે અગ્નિવીર જવાનના આપઘાત અંગે સત્તાવાર જાણ કરી દીધી છે. જવાન માત્ર શારીરિક બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું છે કે પછી નોકરીના કોઈ તણાવ કે અન્ય અંગત કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક પ્રિયાંશનો મોબાઈલ ફોન કબ્જે કરી તેના કોલ ડિટેઈલ્સ અને મેસેજની તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    SDPay એપથી 635 કરોડનું ફ્રોડ કરનારા બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા:ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશામાંથી દબોચ્યા, ફ્લાઇટમાં અમરેલી લવાયા
    Next Article
    કારિયાણી રોડ પર મળેલા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર:સેવાભાવી લોકોની હાજરીમાં જોરાવરનગર પોલીસે કર્યા, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment