Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારિયાણી રોડ પર મળેલા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર:સેવાભાવી લોકોની હાજરીમાં જોરાવરનગર પોલીસે કર્યા, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    1 day ago

    જોરાવરનગર પોલીસને કારિયાણી રોડ પરથી એક બિનવારસી મૃતદેહ મળ્યો હતો. લાંબા સમય સુધી તેની ઓળખ ન થતા, આજે સેવાભાવી લોકોની હાજરીમાં કૃષ્ણનગર સ્મશાનભૂમિ ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસે મૃતદેહની ઓળખ માટે ઘણા પ્રયાસ કર્યા હતા. જોકે, લાંબા સમય સુધી મૃતદેહની કોઈ ઓળખ થઈ શકી નહીં. ઓળખ ન થતા અને વધુ સમય સુધી મૃતદેહ સાચવી ન શકાતા, પોલીસે અંતિમ સંસ્કાર કરવાની કાર્યવાહી કરી. આ સેવાકાર્યમાં જાણીતા સમાજસેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનભા જાડેજા અને એડવોકેટ રુસ્તમભાઈ પીલુડિયા સામેલ થયા હતા. જોરાવરનગર પોલીસ મથકના રામપરા બીટના જમાદાર મેહુલભાઈએ પણ આ સમગ્ર કામગીરીમાં સહયોગ આપ્યો હતો. પોલીસે અને સેવાભાવી લોકોએ સાથે મળીને માનવતાનું કાર્ય કર્યું. તેમણે બિનવારસી મૃતદેહના સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા. આ સેવાકાર્યમાં સહયોગ આપનાર તમામનો સમાજસેવક દુષ્યંતભાઈ આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં તૈનાત 21 વર્ષીય અગ્નિવીરનો ડિંડોલીમાં આપઘાત:પ્રિયાંશના 9 મહિના પહેલાં જ થયા હતા લગ્ન, પગની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો; સ્મશાનમાં પરિવારજનોનો આક્રંદ
    Next Article
    હોસ્ટેલમાં રહેવું ન ગમતાં ધોરણ-8નો વિદ્યાર્થી ભાગ્યો:સુરતથી એકલો ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યો, સતર્ક મુસાફર અને ચાઈલ્ડ હેલ્પલાઈને પિતા સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment