Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્ટેલમાં ન ગમતા ધો.8નો વિદ્યાર્થી ટ્રેનમાં બેસી સુરતથી વડોદરા પહોંચ્યો:ટ્રેનમાં બાળકની શંકાસ્પદ હિલચાલ લાગતા મુસાફરે 1098 પર ફોન કર્યો, ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે પરિવારનો સંપર્ક કરી પિતાને સોંપ્યો

    1 day ago

    હોસ્ટેલમાં રહેવાનું ગમતું ન હોવાથી સુરતથી ટ્રેનમાં બેસી એકલો વડોદરા આવી પહોંચેલા ધોરણ-8ના સગીર વિદ્યાર્થીને ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સહીસલામત તેના પરિવારને સોંપ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક સતર્ક મુસાફરની નજર બાળક પર પડતાં સમગ્ર વાત બહાર આવી હતી. મૂળ બિહારનો અને સુરતની એક હોસ્ટેલમાં રહી ધોરણ-8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મહેશ (નામ બદલ્યું છે) હોસ્ટેલમાં રહેવાનું પસંદ ન હોવાથી કોઈને જાણ કર્યા વિના ટ્રેનમાં બેસી સુરતથી વડોદરા નીકળી ગયો હતો. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરને બાળકની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમણે બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકે કોઈ જવાબ ન આપતાં મુસાફરે સતર્કતા દાખવી ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર ફોન કરી જાણ કરી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે કાર્યરત ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ટ્રેનમાં પહોંચી હતી. આ ટીમે બાળક સાથે આત્મીયતાથી વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ બાળકે કહ્યું હતું કે, હોસ્ટેલમાં રહેવાનું ગમતું ન હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો. ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે બાળક પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં પિતાએ વડોદરા આવી પોતાના પુત્રને લઈ જવાની તૈયારી દર્શાવી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે બાળકને સમજાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ માટે અભ્યાસ જરૂરી છે અને આ રીતે કોઈને જાણ કર્યા વિના એકલા ઘર કે હોસ્ટેલમાંથી નીકળી જવું યોગ્ય નથી. બાળકના પિતા વડોદરા રેલવે સ્ટેશન પહોંચતાં ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે વિદ્યાર્થીને સહીસલામત તેમના હવાલે કર્યો હતો. પુત્રને સુરક્ષિત રીતે પરત મળતાં પરિવારે ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમનો આભાર માન્યો હતો. એક મુસાફરની સતર્કતાથી સગીર વિદ્યાર્થીને સમયસર મદદ મળી અને તે પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચી શક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પર્યુષણ મહાપર્વ નિમિત્તે 500 લોકો નો લાડુ ફૂલવાડી સંપૂર્ણ ભોજન:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ
    Next Article
    SDPay એપથી 635 કરોડનું ફ્રોડ કરનારા બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા:ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશામાંથી દબોચ્યા, ફ્લાઇટમાં અમરેલી લવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment