Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:SDPAY : હિંમતનગરના રોકાણકારોના 30 કરોડથી વધુ ફસાયા‎

    1 day ago

    ​​એસડીપેમાંથી અપના પે માં પરિવર્તિત થયેલ 650 કરોડના કૌભાંડમાં હિંમતનગરના 30 કરોડથી વધુ રૂપિયા સલવાયાનો અંદાજ છે. આ નાણાં પ્રિન્સીપલ એમાઉન્ટ નથી પરંતુ રોકાણ ઉપર મળતું રિવોર્ડ જે વોલેટમાં દેખાતું હતું તે આંકડા હોવાનું મનાઇ રહ્યું છે. તા. 1-4-26 થી આઈ એમપીએસ – ઇમીડીએટ પેમેન્ટ સર્વિસ બંધ કરી દેવાયા બાદ ધવલ પટેલ નામના શખ્સે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યાનું બહાર આવ્યું છે. સ્થાનિક એજન્ટો જેમાં એક શિક્ષક હોવાનો પણ દાવો થઈ રહ્યો છે તેમણે લાખો રૂપિયાની મિલકતો આ વ્યવસાયથી વસાવી લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. ​ધવલ પટેલ, મુકેશ લોઢી, જીતુ પટેલ, નયન, ધીરેન નામના પાત્રોએ એસડીપે નામની એપ્લીકેશનથી આ કૌભાંડનો પ્રારંભ કર્યો હતો અને રૂ. 1,000 જમા કરાવે તો પ્રતિદિન રૂ.1.50 નું વળતર આપવાની જાહેરાત કરી હતી. જેમ રકમ વધતી જાય તેમ રિવોર્ડ અને બોનસના પ્રલોભનોનો પણ ચાલુ કર્યા હતા. મુકેશ લોઢી નામના શખ્સે આઠેક મહિના અગાઉ મુંબઈમાં યોજાયેલ કાર્યક્રમમાં પોતે રાજસ્થાનનો સાયબર એક્સપર્ટ હોવાનો અને 2008 માં સાયબર સેલમાં પોસ્ટિંગ થયાનો અને 15 વર્ષ નો અનુભવ હોવાનો દાવો કરી એસડીપે વિશ્વસનીય એપ્લીકેશન ગણાવી 28:24 મિનિટનું પ્રવચન આપી લોકોને ગુમરાહ કર્યા હતા. આ ઠગ ટોળકીએ રૂ.1 લાખ ના રોકાણ પર દૈનિક રૂ. 1500, 5 લાખના રોકાણ પર દૈનિક રૂ. 7500 અને 25 ટકા બોનસ તથા રૂ. 10 લાખ પર દૈનિક રૂ. 15 હજાર અને 30 ટકા બોનસની લાલચ આપી હતી. આખું કૌભાંડ MLMની તર્જ પર ચાલુ કરાયું હતું. ​હિંમતનગરમાં પણ એજન્ટોએ રોકાણકારો ઉભા કર્યા હતા અને લોકોને પૈસામાં રમતાં જોઈ ગ્રાહકોની સંખ્યા પ્રતિદિન વધતી ગઈ હતી. તા. 1-4-26 ના રોજ એસડીપે માંથી અપના પે માં પરિવર્તિત થઈ ગયેલ આ એપ્લીકેશનમાંથી આઈએમપીએસ એટલે કે સાદી ભાષામાં પૈસાનું વિડ્રોઅલ બંધ થઈ ગયું હતું. તા.15 ઓગસ્ટ સુધી ઠાલા વચનો અપાયા બાદ રોકાણકારોની ધીરજ ખૂટી હતી અને 650 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. મિત્રના કહેવાથી ફસાયા વોલેટમાં પૈસા દેખાય છે પણ હાથમાં આવતા નથી‎ ​પરિવારના સભ્યોને જ પોતાના સભ્ય બનાવનાર રોકાણકારે જણાવ્યું કે જૂના વાહનો અને અન્ય ચીજ વસ્તુઓની વેચાણના એક વોટસએપ ગ્રુપમાં જિતેન્દ્ર મુકુંદભાઈ પોન સાથે સંપર્ક થયો હતો. તેણે પોતાની ઓળખ વીજળી બોર્ડમાં એન્જિનિયર તરીકે આપી હતી અને તેના રેફરલ કોડથી હું સભ્ય બન્યો હતો આજે શનિવારે પણ વૉટ્સએપ પર વાત થતાં બે દિવસ રાહ જોવો,આઈઆઈએમએસ સેવા ચાલુ થઈ જશેની વાત કરી હતી. આ લોકો મૂળ રકમ લેવી હોય તો ઓનલાઈન ફોર્મ ભરીને સિસ્ટમમાંથી નીકળી શકો છોની વાત પણ કરી રહ્યા છે. ગમે તેમ કરીને કોઈ ફરિયાદ કરવા આગળ ન આવે તેવા પ્રલોભનો આપી રહ્યા છે. વૉલેટમાં નાણાં દેખાય છે. વૉલેટમાં એડ બેલેન્સના ફંકશનમાં એક્સિસ બેંકનું એકાઉન્ટ દેખાય છે. રોકાણકારનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ કેવી રીતે ખુલી જાય છે તેની પણ તપાસ થવી જોઈએ. આ રીતે ચાલતું હતું કૌભાંડ‎ અંદાજે દોઢેક વર્ષ‎‎ અગાઉ ગતિ પકડનાર‎‎ એસડીપેના સાયબર ઠગો વિવિધ વૉટ્સએપ ગ્રુપમાં લિંક મૂકી એપ્લીકેશન ‎ડાઉનલોડ કરાવી ઈન્સ્ટોલ કરાવતા હતા અને રૂ. 1000 થી માંડી રૂ. 10 ‎લાખ સુધીના રોકાણ પર મળતાં રિવૉર્ડ ના પ્રલોભનો આપતા હતા.‎ પ્રારંભિક તબક્કામાં લોકોને ઈમીજીયેટ પેમેન્ટ સર્વિસ ચાલુ રાખી નાણા ‎ચૂકવ્યા બાદ તા.1-4-26ના રોજ એસડીપેમાંથી પરિવર્તિત થયેલ અપના ‎પેનું આઈએમપીએસમાં બંધ કરી મૉલ, ગોલ્ડ લોન, મર્ચન્ટ ક્યુઆર ,‎ઈન્સ્યોરન્સ વગેરે ચાલુ કરનાર હોઈ અપના પેમા એમાઉન્ટ બતાવવું‎ જરૂરી હોવાના બહાના કાઢ્યા હતા પરંતુ આરબીઆઈ કે કોઈપણ પ્રકારનું ‎રજીસ્ટ્રેશન, પરવાનગી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.‎ 1 એપ્રિલથી IMPS બંધ કર્યા બાદ‎ લોકોને સમય પસાર કરાવવા‎ વોલેટમાં વિડ્રોઅલમાં સમયનું‎ ઓપ્શન લાવ્યા હતા. વિડ્રોઅલ‎ માટે કારણ લખ્યા બાદ અપના પે‎ દ્વારા 10 દિવસ 15 દિવસ કે 20‎ દિવસનું પેમેન્ટ માટે કન્ફર્મેશન ‎અપાતું હતું. પરંતુ પૈસા મળતા‎ નથી.‎ રોકાણકારોને રોકી રાખવા ધવલ પટેલે આપ્યા ઠાલા વાયદા‎ ‎ઓમપ્રકાશજી અને‎‎ સંબંધિત ડેવલપર્સ દ્વારા ‎‎BVPS તથા આપણા ‎ડેવલપર્સ વચ્ચે કનેક્ટિવિટી સ્થાપિત કરીને લોગ સેવ કરવા અને‎ સક્સેસ રેશિયો ચેક કરવાની પ્રક્રિયા ચાલુ હોવાને કારણે હાલ એરર ‎આવી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે વધુ 2 થી 3 દિવસ રાહ જોવી ‎પડશે અને સોમવારથી સિસ્ટમ સંપૂર્ણ સ્મૂથ થઈ જશે. ​આગળ જણાવાયું‎ છે કે અપનાપે હવે પબ્લિક લિમિટેડ બની ગઈ છે અને બેન્કિંગ ‎લાયસન્સની પ્રક્રિયા તથા પબ્લિકના અંડરમાં આવી ગયા પછી આ કંપની‎ ક્યારેય બંધ થઈ શકે નહીં, કારણ કે હવે તેના માલિક આપ સૌ પબ્લિક‎ છો. હાલમાં પરિવારના 80% સભ્યોને સિસ્ટમ પર પૂર્ણ ભરોસો છે.‎ પરંતુ જે 20% લોકોને હજુ પણ શંકા છે અને રહેવા કે નીકળવા અંગે ‎દ્વિધા છે, તેઓ પોતાની અપલાઇનનો સંપર્ક કરી ખુશી-ખુશી બહાર‎ નીકળી શકે છે, કારણ કે અહીં કોઈની સાથે જબરદસ્તી નથી. ​કંપનીને‎ હાલ નાણાંકીય સહાયની કોઈ જરૂર નથી અને યુઝર્સના ભરોસાને ‎જાળવી રાખવા માટે વોલેટમાં Rs. 50 ની મર્યાદા ઘટાડીને Rs. 20 કરી‎ પ્રથમ પ્રાયોરિટી પરિવારના સભ્યોને જ આપવામાં આવી છે. આગામી 3‎થી 4 મહિનામાં શેર લિસ્ટિંગ માટેની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી ‎કરવામાં આવશે. આ સાથે છેલ્લું વચન આપતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે ‎કે 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે વર્ચ્યુઅલ એકાઉન્ટ તેમજ ‎પહેલાંની જેમ એક ક્લિકથી ચાલતી IMPS અને સ્કેન એન્ડ પે સેવાઓ ‎રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.‎
    Click here to Read More
    Previous Article
    આયોજન:અંબાજી પૂનમના મેળામાં હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા 150 બસ મૂકાશે
    Next Article
    મુખ્ય બજારમાં બનાવથી અફડાતફડી‎:સુરજકરાડીની મુખ્ય બજારમાં ઈ-બાઈકમાં આગથી દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment