Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા શ્વાન અને બિલાડી માટે ડ્રાઈવ:શહેરને હડકવા મુક્ત કરવા રસીકરણ, હાલ સુધી 150થી વધુ શ્વાનને રસી મુકાઈ

    1 day ago

    વડોદરા શહેરને હડકવા મુક્ત કરવાના અને જાહેર આરોગ્યની સુરક્ષા વધારવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ખાનગી NGOના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરા અને બિલાડીઓ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પાલિકાની ટીમો અને NGOના સ્વયંસેવકો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી રખડતા પ્રાણીઓને પકડીને તેમને જરૂરી રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક રહીશોની સુરક્ષાને ધ્યાને લઈ રસીકરણ સ્થાનિક રહીશોની સુરક્ષા અને પ્રાણીઓના કલ્યાણ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આ વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓથી ફેલાતા રોગો પર કાબૂ મેળવવાનો છે. આ રસીકરણ ઝુંબેશ દરમિયાન માત્ર રસી આપવા પૂરતી કામગીરી સીમિત રાખવામાં આવી નથી, પરંતુ પ્રાણીઓની સંપૂર્ણ તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વેટરનરી ડોક્ટરો અને નિષ્ણાત ટીમ દ્વારા રસી આપતા પહેલા અને પછી કૂતરાઓ તથા બિલાડીઓના સ્વાસ્થ્યની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ પ્રાણી બીમાર કે ઈજાગ્રસ્ત જણાય તો તેને જરૂરી સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ કામગીરી શરૂ થયાના ટૂંક જ સમયમાં અત્યાર સુધીમાં 150થી વધુ રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસી (એન્ટી-રેબીઝ વેક્સિન) આપી દેવામાં આવી છે, જે પાલિકાની સફળ કામગીરી દર્શાવે છે. NGO દ્વારા ડ્રાઈવ કરવામાં આવશે મહાનગરપાલિકાની આ પહેલથી શહેરીજનોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે, કારણ કે રખડતા પ્રાણીઓમાં હડકવા જેવા સંક્રમણજનક અને ઘાતક રોગને ફેલાતો અટકાવવા માટે આ અત્યંત જરૂરી પગલું છે. હડકવાના રોગના જોખમને નાબૂદ કરવા માટે પાલિકા તંત્ર અને NGO દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય તમામ વિસ્તારોને આવરી લઈને આ વેક્સિનેશન ડ્રાઇવ સતત ચાલુ રાખવામાં આવશે. શહેરમાં 44 હજારથી વધુ સ્ટ્રીટ ડોગ વડોદરા શહેરમાં સ્ટ્રીટ ડોગના રસીકરણ માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ડોગ નાગરિકોને નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં 10 વર્ષ અગાઉ ગણતરી કરવામાં આવી હતી જે મુજબ શહેરમાં અંદાજે 44 હજાર જેટલા સ્ટ્રીટ ડોગ છે. મહાનગરપાલિકા દ્વારા NGO ની મદદથી સતત આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાત સહકારી સંસ્થાની સાધારણ સભા મળી:રા.લો.સંઘ ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ પણ ચેરમેન VCની ચૂંટણી માટે સરકારી તંત્રને દરખાસ્ત ન મોકલતા ફરી આંતરીક ગરમાવો
    Next Article
    હોસ્ટેલ ફીના બહાને L.D.ના વિદ્યાર્થી સાથે છેતરપિંડી:પિતા પાસેથી ઓનલાઇન પૈસા અપાવવાનું કહીને 5 હજાર પડાવ્યા, યુવક ફોન બંધ કરીને રફુચક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment