Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીતુ પરમાર 38 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા:બોટાદમાં સમાજ કલ્યાણ અધિકારીને સન્માન સાથે વિદાય અપાઈ, પંચશીલ અને અશોકસ્તંભ ભેટ અપાયા

    1 day ago

    સમાજ કલ્યાણ અધિકારી જીતુભાઈ પરમાર 38 વર્ષની ઉત્તમ સેવાઓ બાદ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ વય નિવૃત્ત થયા. 1 ઓક્ટોબર, 2026ના રોજ બોટાદના "રાજગૃહ" ખાતે તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી. બનાસકાંઠાના હાથરવા ગામના વતની જે.એચ. પરમારે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપી. તેમણે સમાજના નબળા વર્ગોને આગળ લાવવા માટે સતત કામ કર્યું. સમતા બુદ્ધ વિહાર, બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) અને પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ) દ્વારા જીતુભાઈ પરમારનું સન્માન કરાયું. તેમને માનવતાનું પ્રતીક પંચશીલ અને રાષ્ટ્રીય પ્રતીક અશોકસ્તંભ ભેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત, માતા રમાઈ આંબેડકર ભવન ખાતે તેમના સહકર્મીઓ અને મિત્રો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. સૌએ તેમને સુખી, સ્વસ્થ અને સેવા પ્રવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.
    Click here to Read More
    Previous Article
    कैप्टन स्मित ने विमान को क्रैश नहीं होने दिया, दुनिया भर में चर्चा, आतंकी हमले को लेकर जाँच
    Next Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલની ડિજિટલ પહેલ:હવે પેથોલોજી અને માઇક્રોબાયોલોજીના રિપોર્ટ સીધા દર્દીના WhatsApp પર મળતા થયા; ધક્કા અને કતારોમાંથી મુક્તિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment