Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી:મોડાસામાં ગણેશપુરા હજીરા સર્કલ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું

    11 hours ago

    મોડાસામાં ગણેશપુર હજીરા સર્કલ પાસેના આયેશા કરીમ કોમ્પ્લેક્સમાં સ્પા મસાજની આડમાં ચાલતા ગેરકાયદે દેહવ્યાપારનો અરવલ્લી એસઓજીએ પર્દાફાશ કરી કુટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને મેનેજર સહિત બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કરેલી રેડ દરમિયાન બહારથી આવેલી બે મહિલાઓની અટકાયત કરી તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી. એસઓજીએ આઈયુસીએડબલ્યુ શાખાના સ્ટાફ અને પંચો સાથે રાખી ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી . રેડ દરમિયાન સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને મેનેજરને ઝડપી પાડવામાં આવ્યા હતા. એસઓજીએ બહારથી લાવવામાં આવેલી બે યુવતીઓ અને મહિલા સંચાલક સહિતના આરોપીઓની અટકાયત કરી તેમની લાવીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આરોપી પ્રતિમાદેવી સંતોષકુમાર જ્યોતિપ્રસાદ મિશ્રા (33) હાલ રહે. ડીવાઇન સ્પા, ગણેશપુર મોડાસા મૂળ રહે. મિશ્રા પાન ભંડાર નજીક બસઇ દોરાપુરન પશ્ચિમ દિલ્હી તથા દીપક હિમતારામ થાંવલા સામે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3.4.5 મુજબ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કહેર:ગળતેશ્વર પંથકમાં ભારે વરસાદને પગલે 150 વીઘાથી વધુમાં ખેતી પાક ધોવાયો,બે માર્ગો બંધ
    Next Article
    સોમવારથી બંને બસનો પ્રારંભ:મોડાસા-રાજકોટ બસ ખોડલધામ, મેઘરજ ગાંધીનગર બસ બગદાણા સુધી લંબાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment