Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારથી બંને બસનો પ્રારંભ:મોડાસા-રાજકોટ બસ ખોડલધામ, મેઘરજ ગાંધીનગર બસ બગદાણા સુધી લંબાવાઈ

    11 hours ago

    ખોડલધામ અને બજરંગદાસ બાપાના ભક્તો માટે મોડાસા એસટી ડેપો દ્વારા ખુશ ખબર આપી છે. ધર્મપ્રેમી જનતાની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને મોડાસા એસટી ડેપો દ્વારા ખોડલધામ અને મેઘરજથી બગદાણા સુધીની બે નવી સીધી બસ સેવાઓ શરૂ કરાઇ છે. મોડાસા એસટી નિગમના અધિકારી જણાવ્યા અનુસાર આગામી 3 ઓગસ્ટ 2026, સોમવારથી આ બંને બસ સેવાઓ સત્તાવાર રીતે શરૂ થશે. હાલમાં દોડતી મોડાસા-રાજકોટ બસને હવે ખોડલધામ સુધી અને મેઘરજ-ગાંધીનગર બસને બગદાણા સુધી લંબાવાઇ છે. મોડાસાથી ખોડલધામ જતી બસ દરરોજ સવારે 5:30 વાગ્યે મોડાસા ડેપોથી ઉપડશે. આ બસ અમદાવાદ, લીંબડી હાઇવે, ચોટીલા અને રાજકોટ થઈને સીધી ખોડલધામ પહોંચશે. કાગવડ સ્થિત મા ખોડલના દર્શને જતાં ભક્તોને હવે એક જ બસમાં સુવિધા મળશે. બીજી તરફ મેઘરજથી બગદાણા જતી બસ દરરોજ સાંજે 5:15 કલાકે મેઘરજથી રવાના થશે. આ બસ મોડાસા, દહેગામ, ગાંધીનગર અને સરખેજ થઈને બગદાણા પહોંચશે. બોટાદ જિલ્લાના બગદાણા ખાતે બજરંગદાસ બાપાના દર્શન માટે જતાં ભક્તો આ બસ સેવા મારફતે મુસાફરી કરી શકશે. નવી બસ સેવાઓ શરૂ થતાં જ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે. ભક્તો હવે વચ્ચે બસ બદલવાની ઝંઝટ વગર સીધા બંને યાત્રાધામ સુધી પહોંચી શકશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી:મોડાસામાં ગણેશપુરા હજીરા સર્કલ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
    Next Article
    ગંભીર બેદરકારી:વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસરે ફરજ પરનાં લીગલ ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment