Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર બેદરકારી:વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસરે ફરજ પરનાં લીગલ ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધો

    12 hours ago

    વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઑફિસર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.પાલિકાના લીગલ શાખાના ક્લાર્કને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર હાઇકોર્ટમાં ચાલી રહેલ કેસ બાબતે નોટરાયઝડ એફિડેવિટ રજૂ ન કરી ગંભીર બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં લીગલ મેટર સાંભળતા ક્લાર્ક જીતુભાઈ ત્રિવેદી ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તિલક મિલનો હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમાં રાજ્ય સરકાર, જીયુડીસી અને નગરપાલિકા પક્ષકાર છે. જેમાં સોગંદનામું રજૂ કરવાનું હતું.તેમાં મારી સહી વાળું નોટરી કર્યા વગરનું સોગંદનામું મોકલી દેવામાં આવ્યું હતું.જે ગંભીર બાબત હતી.પ્રાથમિક રીતે સામે વાળા વાદીને લાભ અપાવવા માટે આવું થયું હોય તેવું જણાઈ છે. આવી કામગીરીઓ તે પાછલા સાત વર્ષથી કરતા આવ્યા છે તેથી તેમને ખ્યાલ જ હોય છે કે સોગંદનામું કઈ રીતે કરવાનું થાય છે.તેથી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જીતુભાઈ ત્રિવેદી, લીગલ કર્લાક
    Click here to Read More
    Previous Article
    સોમવારથી બંને બસનો પ્રારંભ:મોડાસા-રાજકોટ બસ ખોડલધામ, મેઘરજ ગાંધીનગર બસ બગદાણા સુધી લંબાવાઈ
    Next Article
    ખોદકામથી ગમે ત્યારે ભૂવો પડવાનો સ્થાનિકોને ભય:નિકોલમાં તળાવના પાણીના નિકાલ માટે ભર ચોમાસામાં ખોદકામ કરાતા લોકોમાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment