Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોદકામથી ગમે ત્યારે ભૂવો પડવાનો સ્થાનિકોને ભય:નિકોલમાં તળાવના પાણીના નિકાલ માટે ભર ચોમાસામાં ખોદકામ કરાતા લોકોમાં ભારે રોષ

    13 hours ago

    શહેરના પૂર્વ ઝોનમાં થોડા સમય અગાઉ સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગેરરીતીઓ સામે આવી હતી. જેમાં મ્યુનિ.ના વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં કામ કર્યા વિના બિલો મંજૂર કરવાનું કૌભાંડ બહાર આવતા પૂર્વ ઝોનના ચાર ઉચ્ચ ઈજનેર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ઘટના બાદ પૂર્વ ઝોનમાં પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ જાણે કોઈ કામગીરી કરાઈ ન હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. જેના લીધે ભર ચોમાસામાં નિકોલના શાલીગ્રામ તળાવમાં ઓવરફલો થાય તો આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા માટે મ્યુનિ દ્વારા ખોદકામ કરીને લાઈન નાંખવાનું કામ કરાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખોદકામ વાળી જગ્યાએ ગમે ત્યારે ભૂવો પડવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, દરવર્ષે નિકોલના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જ્યારે શાલીગ્રામ તળાવ પણ કેટલીક વાર ઓવરફલો થતાં કાનબા હોસ્પિટલ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ તળાવના પાણી ઉભરાય નહીં તે દિશામાં કામ કરવા તંત્રે ચોમાસા પહેલા કામગીરી કરવાની જરૂર હતી. પરંતુ હાલમાં ભર ચોમાસામાં તંત્રે શાલીગ્રામ તળાવ પાસે 700 મીટર જેટલા રોડ પર ખોદકામ કરીને તળાવના ઓવરફલો થાય તો તેના પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે. તે સારી બાબત છે. પરંતુ પ્રિ-મોન્સુનમાં આ કામગીરી કરી હોત તો વધારે સારું રહેતું. ભર ચોમાસામાં ખોદકામ કરીને કામગીરી કરતા ખોદકામની જગ્યાએ ગમે ત્યારે ભૂવો પડે અકસ્માત સર્જાવાની શક્યતા છે. આ મામલે પૂર્વ ઝોનના ઈજનેર વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, શાલીગ્રામ તળાવ ઓવરફલો થાય તો લોકો હેરાન થાય નહીં માટે ઓવરફલો પાણીનો નિકોલના સ્ટોર્મ વોટર પંપીગમાં નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં હાલમાં 700 મીટર જેટલુ ખોદકામ કરીને બે દિવસમાં જ કામગીરી પૂર્ણ કરી લીધી છે. જો કે અગાઉના વિવાદોના લીધે આ કામગીરી કરવાની રહી ગઈ હશે.
    Click here to Read More
    Previous Article
    ગંભીર બેદરકારી:વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસરે ફરજ પરનાં લીગલ ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધો
    Next Article
    મોરબી:ભારે વરસાદમાં ઝૂંપડપટ્ટી, સ્થળાંતરિતો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતા મહેકાવાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment