Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:ભારે વરસાદમાં ઝૂંપડપટ્ટી, સ્થળાંતરિતો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતા મહેકાવાઇ

    13 घंटे पहले

    મોરબી જિલ્લામાં ભારે અને અતિભારે વરસાદને કારણે શહેરની ઝૂંપટપટ્ટીઓ તેમજ નદીના કાંઠે સહિતના સ્થળે આફતમાં મુકાયેલા અસરગ્રસ્તતોને બે ટંક ભોજન પૂરું પાડવા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ આ અસરગ્રસ્તોની વહારે આવ્યું છે અને જલારામ ધામ દ્વારા આ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરિત પરિવારોને ભોજન પૂરું પાડીને માનવ ધર્મ નિભાવ્યો હતો. મોરબી જિલ્લામાં હજુ પણ અતિ ભારે વરસાદની સ્થિતિ હોવાથી જિલ્લા વહીવટી તંત્રને અસરગ્રસ્તો માટે ભોજનનો સહયોગ આપવાની જલારામ ધામ સંસ્થાએ તત્પરતા દર્શાવી છે અને જિલ્લામાં નદી કાંઠેથી તેમજ પાણીમાં ફસાયેલા અસરગ્રસ્તોને સ્લામત સ્થળે ખસેડાયા હોય એવા તમામ એટલે હજારો અસરગ્રસ્તો હોય તો પણ તેમની માટે રસોડું ચાલુ કરી શુદ્ધ આરોગ્યપ્રદ આહાર આપવાના ફૂટ પેકેટ સાથે ખડેપગે રહેવાનું જણાવ્યું છે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરિયાત મુજબ ગમે તેટલી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરી આપવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની જરૂરિયાત હોય તો સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીને બે કલાક અગાઉ જાણ કરવા જણાવાયું છે. આ સેવાકાર્યમાં મોરબી મહાનગરપાલિકાના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી સહિત ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, નીરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની, સી.ડી. રામાવત, કૌશલભાઈ જાની અને દીનેશભાઈ સોલંકી સહિત જલારામ સેવા મંડળના અગ્રણીઓ જોડાયા છે. આ ભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્તો સુધી જરૂરી ભોજન પહોંચાડવા માટે તંત્ર સાથે સંકલન કરીને કામગીરી કરવા જલારામ ધામ સજ્જ હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખોદકામથી ગમે ત્યારે ભૂવો પડવાનો સ્થાનિકોને ભય:નિકોલમાં તળાવના પાણીના નિકાલ માટે ભર ચોમાસામાં ખોદકામ કરાતા લોકોમાં ભારે રોષ
    Next Article
    અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત:મચ્છુ-2 ડેમમાંથી 30 હજાર ક્યુસેકથી વધુ‎ પાણી છોડાતા બેઠો પુલ બંધ કરી દેવાયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment