Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય બજારમાં બનાવથી અફડાતફડી‎:સુરજકરાડીની મુખ્ય બજારમાં ઈ-બાઈકમાં આગથી દોડધામ

    1 day ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીની મેઇન બજારમાં અચાનક એક ઇલેકટ્રીક બાઇકમાં આગ લાગતા ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.જોકે,વેપારીએ સમયસર પાણી નાખી આગ બુઝાવી નાખતા સૌએ રાહતનો શ્વાસ લીઘો હતો.પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ ભભૂકી હોવાનુ સામે આવ્યુ હતુ. મળતી વિગત અનુસાર સુરજકરાડી ખાતે આવેલી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ દુકાન પાસે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇકમાં કોઈ કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઇલેક્ટ્રિક બાઇકમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:SDPAY : હિંમતનગરના રોકાણકારોના 30 કરોડથી વધુ ફસાયા‎
    Next Article
    2018 કરતાં સ્થિતિ થોડી સારી હોવાનું સાંત્વન લઇ શકાય‎:મોરબી જિલ્લામાં દશકાની સરેરાશ કરતાં 37 ટકા ઓછો વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment