Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2018 કરતાં સ્થિતિ થોડી સારી હોવાનું સાંત્વન લઇ શકાય‎:મોરબી જિલ્લામાં દશકાની સરેરાશ કરતાં 37 ટકા ઓછો વરસાદ

    1 day ago

    મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધી પડેલા વરસાદને છેલ્લા દાયકાના આંકડા સાથે સરખાવવામાં આવે તો અત્યાર સુધીમાં વરસાદમાં 37 ટકાની ઘટ સામે આવી રહી છે. 10 વર્ષના કુલ વરસાદના આંકડાની સરેરાશ કાઢવામાં આવે તો મોરબી જિલ્લામાં દાયકાનો સરેરાશ વરસાદ આશરે 757.7 મીમી થાય છે. તેની સામે ચાલુ વર્ષમાં સપ્ટેમ્બર 2026 સુધીમાં જિલ્લામાં 477.4 મીમી વરસાદ નોંધાયો છે. દાયકાના આંકડાઓમાં સૌથી વધુ વરસાદવાળા વર્ષ 2024 સાથે સરખામણી કરવામાં આવે તો તે વર્ષે મોરબી જિલ્લામાં આશરે 1,074 મીમી વરસાદ નોંધાયો હતો. તેની સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પડેલો 477.4 મીમી વરસાદ આશરે 55.5 ટકા ઓછો છે. એટલે બે વર્ષના વરસાદ વચ્ચેનો તફાવત નોંધપાત્ર છે. બીજી તરફ, છેલ્લા દાયકામાં સૌથી ઓછા વરસાદવાળા વર્ષ 2018ની સ્થિતિ સાથે સરખામણી કરીએ તો તે વર્ષે મોરબી જિલ્લામાં માત્ર 296 મીમી વરસાદ નોંધાયો હતો. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 477.4 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, એટલે 2018ની તુલનાએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આશરે 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલા 601 મીમીના વાર્ષિક નોર્મલ વરસાદ સામે પણ ચાલુ વર્ષની અત્યાર સુધીની સ્થિતિ મહત્વની છે. 477.4 મીમી વરસાદ એટલે સત્તાવાર વાર્ષિક સરેરાશના 79.4 ટકા વરસાદની પૂર્તિ થઈ ચૂકી છે. 2018 કરતાં સ્થિતિ થોડી સારી હોવાનું સાંત્વન લઇ શકાય‎ મોરબી જિલ્લાના વરસાદની સ્થિતિને ત્રણ અલગ માપદંડથી જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ બને છે. છેલ્લા 10 વર્ષની 757.7 મીમીની દાયકાની સરેરાશ સામે ચાલુ વર્ષે 477.4 મીમી એટલે 37 ટકા ઘટ, 2024ના 1,074 મીમીના ભારે વરસાદની સરખામણીએ 55.5 ટકા ઘટાડો, જ્યારે 2018ના માત્ર 296 મીમી વરસાદ કરતાં ચાલુ વર્ષે 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, જિલ્લાના 601 મીમીના સત્તાવાર વાર્ષિક નોર્મલ સામે 79.4 ટકા વરસાદ થઈ ચૂક્યો છે અને 20.6 ટકા ઘટ છે. બે દિવસના વરસાદે મોરબી જિલ્લાને મજબૂત સ્થિતિમાં મુક્યો છેલ્લા દસમા ચાલુ વર્ષે વરસાદની વિચિત્ર અને વિષમ સ્થિતિ છે. એક તો નિર્ધારિત સમય કરતાં ચોમાસુ ઘણું મોડું શરૂ થયું અને મોડું ચોમાસુ શરૂ થયા બાદ પણ મેઘરાજાએ પ્રથમ 24 જુલાઈએ અને 1 સપ્ટેમ્બરે એમ માત્ર બે દિવસથી મન મુકીને વરસીને હેલી કરી દેતા એક દ્રષ્ટિએ વરસાદમાં મોરબી જિલ્લો મજબૂત સ્થિતિમાં છે. જેમાં જિલ્લાના 601 મીમીના સત્તાવાર વાર્ષિક નોર્મલ સામે 79.4 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આથી 20.6 ટકા ઘટ હજુ બાકી કહી શકાય. 10 વર્ષમાં ક્યારેક વરસાદની ખેંચ તો ક્યારેક અતિવૃષ્ટિ વર્ષ 2017 થી 2025 સુધીના 10 વર્ષના આંકડા પ્રમાણે મોરબી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ 2018માં 276 મીમી અને સૌથી વધુ વરસાદ 2019માં 1,175 મીમી નોંધાયો હતો. એટલે દાયકાના વાસ્તવિક આંકડા દર્શાવે છે કે મોરબી જિલ્લામાં વરસાદ વર્ષોવર્ષ એકસરખો રહ્યો નથી, પરંતુ ક્યારેક ભારે ખેંચ તો ક્યારેક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે મોટો ઉતાર-ચઢાવ રહ્યો છે. હજુ બે માસ બાકી હોય ચિત્ર બદલી શકે ચોમાસા માટે હજુ સપ્ટેમ્બર અડધો અને ઓક્ટોબર માસ બાકી છે. છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પડ્યો હતો. તેમાંય છેલ્લા બે વર્ષ 2024 અને 2025માં સપ્ટેમ્બર માસ સુધી સરેરાશ 45થી 50 ટકા જ વરસાદ પડ્યા બાદ ભાદરવાના અંતિમ સપ્તાહમાં અષાઢ જેવો અનરાધાર વરસાદ વરસતા ખાલીખમ મચ્છુ 2 ડેમ ભરાઇ ગયો હતો. આ સ્થિતિએ હજુ વરસાદ પડે તેવા સંજોગો ઉજળા હોવાથી ચાલુ વર્ષ કદાચ સૌથી વધુ વરસાદ પડે એવી ધારણા છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય બજારમાં બનાવથી અફડાતફડી‎:સુરજકરાડીની મુખ્ય બજારમાં ઈ-બાઈકમાં આગથી દોડધામ
    Next Article
    રજૂઆત:‘સોમનાથના ત્રિવેણી ઘાટથી શીતળા માતાના મંદિર સુધી અદ્યતન રિવરફ્રન્ટ વિકસાવો’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment