Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:‘સોમનાથના ત્રિવેણી ઘાટથી શીતળા માતાના મંદિર સુધી અદ્યતન રિવરફ્રન્ટ વિકસાવો’

    1 day ago

    પ્રભાસ પાટણ - સોમનાથ તીર્થક્ષેત્રની પવિત્રતા સાથે કુદરતી સૌંદર્યને જોડવા માટે અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી પવિત્ર હિરણ નદી પર એક અદ્યતન રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે સૌરાષ્ટ્ર પેસેંજર એસોસીએશન મેમ્બરના જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ નગરસેવક મુકેશ ચોલેરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર શીતળા માતા મંદિર (મીઠાપુર) થી સોમનાથ વોક-વે સુધી અંદાજિત 4 કિલોમીટરની લંબાઈમાં પવિત્ર હિરણ નદીના કાંઠે આ પ્રોજેક્ટ વિકસાવવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત આ પ્રોજેક્ટ આધ્યાત્મિક અને ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ગીતા મંદિર, પવિત્ર ત્રિવેણી સંગમ, રામ મંદિર અને સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરને એક સુત્રે સાંકળશે અને દર્શનાર્થીઓ માટે પણ અત્યંત આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે. શ્રદ્ધાળુઓ રિવરફ્રન્ટ પરથી નૌકા વિહાર, શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ પાદુકાના દર્શન તેમજ ત્રિવેણી ઘાટ પર થતી ભવ્ય મહાઆરતીનો દિવ્ય લાભ લઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    2018 કરતાં સ્થિતિ થોડી સારી હોવાનું સાંત્વન લઇ શકાય‎:મોરબી જિલ્લામાં દશકાની સરેરાશ કરતાં 37 ટકા ઓછો વરસાદ
    Next Article
    છેતરપિંડી:બેંકમાંથી બોલું છું કહી ગઠિયાએ વેપારીના 3.54 લાખ ઠગી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment