Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:બેંકમાંથી બોલું છું કહી ગઠિયાએ વેપારીના 3.54 લાખ ઠગી લીધા

    1 day ago

    મોડાસામાં પાન પાર્લર ધરાવતા વેપારીને બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોવાનું કહી સાયબર ઠગે OTP મેળવી ખાતામાંથી રૂ. 3.54 લાખ ઉપાડી લીધા છે. આ અંગે મોડાસા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોડાસામાં માલપુર રોડ પર ફોરમ સિટીમાં રહેતા અને હરિઓમ ટ્રેડર્સ નામનું પાન પાર્લર ચલાવતા દિલીપભાઈ જયશંકરભાઈ પંડ્યા (70) ગત 9 સપ્ટેમ્બરના રોજ પોતાની દુકાને હતા. તે સમયે તેમના બસ પર એક અજાણ્યા નંબર (8961329622) પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે હું બેંક ઓફ ઇન્ડિયામાંથી બોલું છું અને તમારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે તેમ કહ્યું હતું. બાદમાં ગઠિયાએ વેપારીનો બેંક એકાઉન્ટ નંબર બોલીને તેમને વિશ્વાસમાં લીધા હતા અને ખાતું અનબ્લોક કરવાના બહાને OTP માંગી લીધો હતો. વેપારીએ OTP આપતાંની સાથે જ તેમના ખાતામાંથી રૂ. 3.54 લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. તરત જ વેપારીએ બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવતા નાણાં અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થયાનું માલૂમ પડ્યું હતું. આ અંગે દિલીપભાઈએ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:‘સોમનાથના ત્રિવેણી ઘાટથી શીતળા માતાના મંદિર સુધી અદ્યતન રિવરફ્રન્ટ વિકસાવો’
    Next Article
    અરવલ્લીમાં લોક અદાલતમાં પ્રિ-લિટિગેશનના 17,169 કેસો મૂકાયા:રાષ્ટ્રીય લોક અદાલતમાં એક જ દિવસમાં 4,541 કેસોનો નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment