Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં SDpay કૌભાંડમાં મોટો ખુલાસો:15 લાખથી વધુ યુઝર્સના 1211 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો સામે આવ્યા

    1 day ago

    અમરેલી પોલીસ SDpay એપ્લિકેશન અને અપના પે વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ તપાસમાં ડેટા એનાલિસિસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં એપ્લિકેશનના કુલ યુઝર્સનો આંકડો લગભગ 3 લાખ હતો. વધુ તપાસમાં આ આંકડો 15,17,072 પર પહોંચી ગયો છે. તેમાંથી 6,52,831 યુઝર્સના સરનામા પોલીસને મળ્યા છે. આ કૌભાંડમાં સૌથી વધુ 1,52,000 યુઝર્સ ગુજરાતના છે. આ નેટવર્ક રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ યુઝર્સના એકાઉન્ટમાં કુલ 1211 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ઘણા પરિવારોએ પોતાની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવ્યા છે. કૌભાંડની હકીકત રાજ્યભરમાં સામે આવતા રોકાણકારો હવે પોતાના પૈસા પાછા મેળવવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પીડિતો દરરોજ રૂબરૂ આવી રહ્યા છે. આજે કચ્છના અંજારથી 18 સભ્યોએ એપ્લિકેશનમાં 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી મોફા રસિકભાઈ અમરેલી સાયબર ક્રાઇમ પહોંચ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. પૈસા કેવી રીતે રોકાણ કર્યા તે સહિતના પુરાવા પણ તેમણે પોલીસને આપ્યા. ‘યુઝર્સ અંગે એનાલીસ કરવા મોડી રાત સુધી કર્મચારીઓ કામ કરે છે’ હાલમાં પોલીસ દ્વારા હજુ પણ અન્ય યુઝર્સ અને બાકીના ડેટાનું ઝીણવટભર્યું એનાલિસિસ દિવસ રાત ચાલી રહ્યું છે. જે રીતે ડેટા સામે આવી રહ્યો છે તે જોતા આગામી સમયમાં આ 1211 કરોડનો આંકડો હજુ પણ મોટો થાય તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ અમરેલી SP અને જિલ્લા પોલીસની સતર્કતાના કારણે પ્રથમ ફરિયાદની ગંભીરતા સમજી ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ હવે ગુજરાતના ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, વડોદરા સહિત શહેરની પોલીસ મોડે મોડે જાગી અને અરજદારોની ફરિયાદના આધારે ગુના નોંધવાની કામગીરી શરૂ કરી છે ત્યારે, ગુજરાત સહિત આંતર રાજ્યના લાખો લોકોએ પોતાના રૂપિયા ગુમાવી દીધા છે. આવનાર સમયમાં નાણા પરત મળશે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે. અમરેલી ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસ દ્વારા એસડી પે અને અપના પે અગેન્સ્ટમાં જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો તે અંતર્ગત હાલમાં અમને જે ડેટા મળ્યા છે, તેમાં કુલ યુઝર્સનો જે આંકડો છે ઈ 15,17,072 થયો છે એટલે કે 15,01,772 જેટલો થયો છે. જ્યારે આ યુઝર્સનું અમે એનાલિસિસ કર્યું ત્યારે જેટલા અમને એડ્રેસ પ્રાપ્ત થયેલા છે તેનામાંથી 6,52,831 જે યુઝર્સ છે એમનો ડેટા અમને મળેલો છે. જેનામાં જો સૌથી વધારે આપણે નંબર જોવા જઈએ તો 1,52,000 યુઝર્સ છે એ ગુજરાતથી છે. ત્યાર બાદ 1,36,000 યુઝર્સ છે એ રાજસ્થાનથી છે. મહારાષ્ટ્રથી 74,000, ઉત્તરપ્રદેશથી 45,000, બિહારથી 31,000, મધ્યપ્રદેશથી પણ 30,000, હરિયાણાથી 17,000, ઓરિસ્સાથી 15,000, કર્ણાટકથી 11,000, વેસ્ટ બંગાળથી 10,000 અને સબસીક્વન્ટલી જે આ જે વ્યાપ છે એ દરેક સ્ટેટમાં ફેલાયેલો છે. આ જે સિવાયના પણ જેટલા પણ યુઝર્સ છે એમનું પણ અમે ડેટા એનાલિસિસ હાલમાં ચાલુ જ છે. ASP જયવીર ગઢવીએ વધુમાં કહ્યું કે, આ સિવાય જેટલા પણ યુઝર્સ છે એમના દ્વારા જે એમના એકાઉન્ટ છે એનામાં જે કુલ એડ કરવામાં આવેલું બેલેન્સ છે એનું હજી સુધી અમારે જેટલું એનાલિસિસ થયું છે તેનામાં જો આંકડો જોઈએ તો 1211 કરોડ જેટલા રૂપિયા છે એમના દ્વારા એકાઉન્ટમાં એડ કરાવવામાં આવેલા છે અને એની સિવાય પણ જે બીજા ડેટા છે એનું એનાલિસિસ ચાલુ છે. જેવી રીતના કોઈ પણ માહિતી આવશે એવી રીતે અમે જાહેર કરીશું. અંજાર ક્ચ્છના અરજદાર મોફા રસિક હરિભાઈએ જણાવ્યું કે, એસડીપેમાં જે અત્યારે કૌભાંડ થયું છે એના માટે અમે આવ્યા છીએ. પોલીસે એમને સારો રિસ્પોન્સ આપ્યો છે. અમારા ટોટલ 18 સભ્ય હતા જે sdpayમાં હતા. એ અમારા ઘરના જ માણસો છે. અમારું ટોટલ રોકાણ 40 લાખ ઉપર જેવું છે. જેને લઈ હવે અમે અહીં આવ્યા છીએ કમ્પ્લેન કરાવવા, અમે નિવેદન પણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વિનયદીપ સોસાયટીમાં માટીના ગણેશ સાથે સાર્વજનિક મહોત્સવ:વિવિધ રમત-ગમત, આનંદ મેળા સાથે પર્યાવરણ અને એકતાનો સંદેશ અપાયો
    Next Article
    SVNIT પાસે ફોરેન્સિક ઓડિટ કરાવવા માગ‎:તાપી જિલ્લામાં સરૈયા - બંધારપાડા - ટેમકા રોડમાં ખાડા પડતાં આખરે કલેક્ટરને ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment