Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SVNITના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત:પહેલા વર્ષમાં કેટી આવતા મિકેનિકલના સ્ટુન્ડે ભાડાના રૂમમાં જીવન ટૂંકાવ્યું, મકાનમાલિકે દરવાજો ખખડાવ્યો પણ ના ખૂલ્યો

    1 week ago

    સુરત શહેરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ફરી એકવાર ચર્ચામાં આવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી યોગેશકુમારે શનિવારે પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના ભાર અને પહેલા વર્ષમાં આવેલી બેકલોગને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. યુવક ભાડાનો રૂમ રાખીને એકલો રહેતો મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના નેછવા તાલુકાના ઘાણા ગામનો રહેવાસી યોગેશકુમાર શ્રવણકુમાર (ઉં.વ. 20) સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી SVNITમાં અભ્યાસ કરતો હતો. તે ઉમરા ગામની શ્રમજીવી સોસાયટીમાં બીજા માળે ભાડાનો રૂમ રાખીને એકલો રહેતો હતો. સવારે પાણી ભરવા દરવાજો ખખડાવ્યો પણ ના ખૂલ્યો શનિવારે સવારે જ્યારે મકાનમાલિકે રોજિંદા ક્રમ મુજબ પાણી ભરવા માટે તેનો દરવાજો ખખડાવ્યો, ત્યારે અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા મકાનમાલિકે ધક્કો માર્યો હતો, જ્યાં અંદર યોગેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ? બનાવની જાણ થતા જ ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉમરા પોલીસ દ્વારા બપોરે 1:14 વાગ્યે SVNITના સિક્યોરિટી ઓફિસરને આ દુખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. અભ્યાસમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતો કોલેજના રેકોર્ડ મુજબ, યોગેશકુમાર (રોલ નંબર: U24ME202) એ વર્ષ 2024-25માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. તે હાલ બીજા વર્ષમાં હતો, પરંતુ પહેલા વર્ષના પરિણામોમાં તેને અલગ-અલગ વિષયોમાં બેક આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં નબળા દેખાવ અને શૈક્ષણિક તણાવને કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતો, જે તેના આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ખેડૂત પિતાનો એકનો એક આશરો છીનવાયો મૃતક યોગેશના પિતા શ્રવણકુમાર રાજસ્થાનમાં ખેતીકામ કરીને પુત્રને ભણાવતા હતા. ખેડૂત પિતાએ દીકરો એન્જિનિયર બનીને પરિવારનો સહારો બનશે તેવા સપના જોયા હતા, પરંતુ સુરતમાં બનેલી આ ઘટનાએ પરિવારને સ્તબ્ધ કરી દીધો છે. કોલેજ સત્તાધીશો દ્વારા યોગેશના પરિવારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેઓ રાજસ્થાનથી સુરત આવવા રવાના થઈ ગયા છે. પરિવારના સભ્યો આવ્યા બાદ જ મૃતદેહનો કબજો સોંપવામાં આવશે. ત્રણ મહિનામાં બીજી ઘટના, SVNITમાં સુરક્ષા પર સવાલ SVNITમાં વિદ્યાર્થીઓના આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. માત્ર ત્રણ મહિના પહેલા, ડિસેમ્બર મહિનામાં પણ એક બી.ટેકના વિદ્યાર્થીએ હોસ્ટેલના બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે સમયે પણ વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સામે રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી બીજી આત્મહત્યાની ઘટનાને પગલે હવે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કોલેજમાં કાઉન્સેલિંગની સુવિધા અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હાલમાં SVNIT ના રજિસ્ટ્રાર અને ડીન (સ્ટુડન્ટ વેલફેર) દ્વારા આ બાબતે એકેડેમિક સેક્શન પાસેથી તમામ વિગતો મેળવી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું શૈક્ષણિક તણાવ સિવાય અન્ય કોઈ અંગત કારણો પણ જવાબદાર હતા? આ ઘટનાએ સમગ્ર સુરત અને ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    Bhagalpur’s Vikramshila Setu safe, say Bihar officials after ‘false wall’ collapse sparks scare
    Next Article
    કાકા પર ભત્રીજા સહિત 4 શખ્સોનો જીવલેણ હુમલો:ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા ઝઘડો, કારના કાચ ફોડ્યા; વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment