Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘપર પાસે કારચાલકે બાઈકને ટક્કર મારી:યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા, નાક ફ્રેક્ચર અને 4 દાંત તૂટ્યા

    1 day ago

    જામનગર-ખંભાળિયા હાઈવે પર મેઘપર ગામના બસ સ્ટેશન નજીક ૨૩ સપ્ટેમ્બરે એક અકસ્માત થયો હતો. વિરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા પોતાના મિત્રની મોટરસાઈકલ લઈને જામનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ-10-CG-0143 નંબરની કારના ચાલકે જામનગર તરફથી રોંગ સાઇડમાં આવી અચાનક યુ-ટર્ન લીધો હતો. કારે બાઈકને પાછળથી ટક્કર મારતા વિરેન્દ્રસિંહ નીચે પટકાયા હતા. તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. નાકમાં ફ્રેક્ચર થયું હતું, કપાળથી હોઠ સુધી ટાંકા આવ્યા હતા અને ચાર દાંત તૂટી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર ચાલુ હોવાથી ફરિયાદ મોડી નોંધાઈ હતી. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ BNS કલમ ૨૮૧, ૧૨૫(a), ૧૨૫(b) અને મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના લખનઉમાં પૂર, 10 હજાર લોકોનું સ્થળાંતર:બિહારમાં 27નાં મોત, 20 લાપતા; રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોમાંથી ચોમાસાની વિદાય
    Next Article
    મોટી ખાવડીમાં 96 હજારનો દારૂ ઝડપાયો:એક આરોપી પકડાયો, સપ્લાયર મોરબીનો કરણ વિકાણી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment