Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાજકોટ વાલ્મિકી સમાજ ઝીંદાબાદનાં નારા લાગ્યા':મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, સમાજનાં મુકેશ પરમારે બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર ડો. નેહલ શુક્લને રજુઆત કરાઈ હતી. આ અંગે સમાજના પ્રમુખ મુકેશ પરમારે જણાવ્યું હતું કે, મનપામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરીને ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે. તેમજ સ્વેચ્છિક રાજીનામા આપનાર 132 કામદારોના ઓર્ડર થઈ ગયા છે, પરંતુ હજી પણ 225 થી 250 જેટલા સફાઈ કામદારોના રાજીનામા પેન્ડિંગ છે. આથી આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરીને તેમના વારસદારોને નોકરી આપવાની માંગણી કરાઈ છે. સાથોસાથ અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકાની જેમ રાજકોટ મનપામાં પણ સફાઈ કામદારોની ફેસ ડિટેક્ટર હાજરી 4 ટાઈમના બદલે 2 ટાઈમ કરવામાં આવે તથા નિવૃત્ત કે અવસાન પામેલા કામદારોને તેમના હક-હિસ્સાની રકમ 3 મહિનાની સમયમર્યાદામાં ચૂકવી આપવામાં આવે તે સહિતના મુદ્દે મેયરને રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ, પોતાના પર લાગેલા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આક્ષેપો અંગે મુકેશ પરમારે સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ બાબત નથી. તપાસ રિપોર્ટમાં પણ બોગસ સર્ટિફિકેટ હોવાનું કે કોઈ ગેરરીતિ થઈ હોવાનું પૂરવાર થયું નથી. હું વર્ષોથી રાજકીય આગેવાન છું અને હાલ વાલ્મિકી સમાજના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે તેમણે કડક વલણ અપનાવ્યું હતું. આથી અંગત રાગદ્વેષ અને વૈમનસ્ય રાખીને તેની છબી ખરડવા તથા સમાજને બદનામ કરવાના આશયથી તેમની વિરુદ્ધ તથ્યહીન અને ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નવી બોડીએ શાસન સંભાળ્યાને ત્રણ મહિના થયા છતાં શિક્ષણ સમિતિમાં જૂની બોડી કાર્યરત રાજકોટ મનપામાં નવી ટીમે શાસનધૂરા સંભાળ્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. મનપામાં તમામ પેટા કમિટીઓની રચના થઈને કામગીરી કાર્યરત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી નિમણૂકો કરવામાં આવી નથી. અને જૂની બોડી હાલમાં કામગીરી સંભાળી રહી છે. આ સંજોગોમાં શિક્ષણ સમિતિના ચેરમેનની 6 વર્ષની લંબાયેલી મુદ્દત ઘટાડીને અન્ય પેટા કમિટીઓની જેમ 2.5 વર્ષ કરવા માટે ગંભીર વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જો આ નવી ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવે તો 5 વર્ષના શાસનકાળ દરમિયાન ચેરમેન, વાઈસ ચેરમેન અને કમિટી સભ્યો મળીને કુલ 30 જેટલા નવા ચહેરાઓને તક આપી શકાય તેમ છે. મહાપાલિકાની સામાન્ય પેટા કમિટીઓમાં માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરોને જ સભ્યપદ મળે છે, જ્યારે શિક્ષણ સમિતિમાં પક્ષના કોઈપણ સંગઠનાત્મક કાર્યકર કે આગેવાનનો પણ સમાવેશ કરી શકાય છે. આથી જ રાજકોટ ભાજપના સેંકડો સંગઠન કાર્યકરો અને સ્થાનિક આગેવાનો શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કચરાના વિભાજન અંગે રાજકોટના કોર્પોરેટરોનાં ખાસ કલાસ લેવાયા, કેન્દ્ર સરકારનાં તજજ્ઞોએ તાલીમ આપી રાજકોટમાં કેન્દ્ર સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા 'સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ થ્રુ ઇમ્પલીમેન્ટીંગ નેશનલ મિશન્સ' વિષય પર વિશેષ પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ મહાપાલિકાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જે. એસ. સહારિયા અને ડો. અજિત સાલ્વી સહિતના તજજ્ઞોએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2026 તથા સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમાં સ્ત્રોત પર જ કચરાના ચાર પ્રકાર—ભીના, સૂકા, ઘરેલુ જોખમી અને સેનિટરી કચરાનું વિભાજન, વૈજ્ઞાનિક નિકાલ પદ્ધતિઓ અને રિસાયક્લિંગ પર ભાર મુકાયો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના નાગરિકોમાં કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા અંગે અસરકારક જનજાગૃતિ ફેલાવી સક્રિય ભૂમિકા ભજવે તે માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટનાં ખત્રીવાડનો જર્જરીત બેઠો પુલ તાત્કાલિક રીપેર કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત રાજકોટના વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 5ને જોડતો ખત્રીવાડ પાસેનો આજી નદીનો બેઠો પુલ અત્યંત જર્જરીત થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે બેડીપરાના સલીમભાઈ લોટીયા તેમજ મોઈઝભાઈ ગાંધી, સહિતનાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી પુલનો જીર્ણોદ્ધાર કરી તેને ઊંચો લેવા માંગ કરી છે. વર્ષો જૂના પુલની રેલિંગ ચોમાસાના પૂરના કારણે તૂટી ગઈ હતી, જે હજુ નવી લગાડવામાં આવી નથી. તંત્ર દ્વારા યોગ્ય જાળવણી ન કરાતા પુલમાં મોટા ખાડા પડી ગયા છે. અગાઉ 2008 અને 2015માં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી તથા ધારાસભ્યએ પણ પત્ર લખી જાણ કરી હતી, છતાં આ બાબતે કોઈ જ કામગીરી થઈ નથી. હાલ પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું છે અને રેલિંગ ન હોય શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો અંગત રસ દાખવી આ પુલનું તુરંત રીપેરિંગ કરાવે તેવી માંગ આ રજુઆતમાં કરવામાં આવી છે. ફડચામાં ગયેલી રામદેવ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ મંડળીને દફતરનો ચાર્જ સોંપવા અંતિમ નોટિસ રાજકોટ જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળી દ્વારા જાહેર કરાયા મુજબ શ્રી રામદેવ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ગત તા.24 જુલાઈ,2017 ના રોજ ફડચામાં ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ફડચા મંડળીના ભુતપૂર્વ કાર્યવાહકોને આ સાથે જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે, આ મંડળી ફડચામાં ગયેલી હોય તેમના દફતરનો ચાર્જ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ 1961ની કલમ 108(2)(3) મુજબ ફડચા અધિકારીને જે તે મંડળીઓના કાર્યવાહકોએ સુપ્રત કરવો ફરજિયાત છે. મંડળી ફડચામાં ગયા બાદ ચાર્જ માટે વારંવાર પ્રયત્નો કરવા છતા આ કાર્યવાહકો મળતા નથી તેમજ એક યા બીજા બહાના હેઠળ વિભાગને ચાર્જ સોંપતા નથી તેવું ધ્યાને આવ્યું છે. આ જાહેર નોટીસથી રામદેવ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડે મંડળીના ભુતપૂર્વ કાર્યવાહકોને અંતિમ નોટીસ આપવામાં આવે છે. વધુમાં તેમના હસ્તકના દફતર, સ્ટોક, મિલ્કત તેમજ સિલક વગેરેનો તમામ ચાર્જ 7 દિવસમાં ફડચા અધિકારીને સોપી જવા જણાવાયું છે. જેના વિકલ્પે કાયદા મુજબ નોંધણી રદની કાર્યવાહી કરવામાં આવશે. સમય મર્યાદા બાદ આવેલા વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી.
    Click here to Read More
    Previous Article
    વોલીબોલ સ્પર્ધામાં રવિશંકર વિદ્યામંદિરનો ડંકો:સાણંદ તાલુકા કક્ષાની રમતોમાં ગોધાવીની શાળાએ 4 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું
    Next Article
    ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ રોકવા સુરત મનપાની સર્ચ ઝુંબેશ:5 દિવસમાં 4.20 લાખ ઘરો અને 1,533 સાઇટો પર દરોડા, 9965 બ્રીડિંગ સાઇટ્સ ધ્વસ્ત, 11.79 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment