Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ રોકવા સુરત મનપાની સર્ચ ઝુંબેશ:5 દિવસમાં 4.20 લાખ ઘરો અને 1,533 સાઇટો પર દરોડા, 9965 બ્રીડિંગ સાઇટ્સ ધ્વસ્ત, 11.79 લાખનો દંડ

    9 hours ago

    સુરત શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાહક જનિત રોગ નિયંત્રણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશ હેઠળ મચ્છરોના ઉત્પત્તિસ્થાનો શોધી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. મચ્છર બ્રીડિંગ બાબતે બેદરકારી દાખવતા આસામીઓ અને બાંધકામ સાઇટો સામે કડક કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 7,800થી વધુ સ્થળોએથી મચ્છર બ્રીડિંગ મળ્યા મનપા દ્વારા તા. 01 ઓગસ્ટથી 05 ઓગસ્ટ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલા ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે અંતર્ગત આરોગ્ય ટીમોએ કુલ 4,20,576 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ સર્વે દરમિયાન 7,864 સ્થળો પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય પરિસ્થિતિ નિવારવામાં બેદરકારી દાખવનારા 997 આસામીઓને નોટિસ પાઠવી તેમની પાસેથી ₹63,200નો વહીવટી ખર્ચ વસૂલ કરાયો હતો. 1,533 બાંધકામ સાઇટોનું ચેકિંગ શહેરના તમામ ઝોનમાં નાના-મોટા બાંધકામના સ્થળોએ હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન 1,533 બાંધકામ સાઇટો પર તપાસ કરીને 2,101 મચ્છર બ્રીડિંગ પોઇન્ટ્સનો નાશ કરાયો હતો. ક્ષતિ જણાતાં 199 બાંધકામ એકમોને નોટિસ આપી 108 જવાબદાર ઇસમો પાસેથી ₹11,15,800 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડાયેલા મુખ્ય બિલ્ડરો અને પ્રોજેક્ટ્સમાં મનપાની શહેરીજનોને સાવચેતી રાખવા નમ્ર અપીલ સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, અગાસી કે ધાબા પર નકામો ભંગાર અને પાણી ભરાઈ રહે તેવો સામાન ન રાખવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર ઘરમાં તથા ટેરેસ પર પાણી સંગ્રહ થતાં સ્થળો સાફ કરવા અને મચ્છરજન્ય રોગચાળા સામે સુરક્ષિત રહેવા તંત્રને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'રાજકોટ વાલ્મિકી સમાજ ઝીંદાબાદનાં નારા લાગ્યા':મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, સમાજનાં મુકેશ પરમારે બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા
    Next Article
    Which City Is Known As The Egg Capital Of India?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment