Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદી સામે આક્રોશ ભભૂક્યો:40 કરોડ યુવાઓમાં ભારેલો અગ્નિ, સરકારની ચૂપકિદીથી ફરી આંદોલનના ભણકારા,

    7 hours ago

    સુપ્રીમ કોર્ટ કહે છે તમે યુવાઓ સાથે વાત કરો. સંઘ કહે છે તમે યુવાઓ સાથે વાત કરો. ખુદ યુવાઓ પણ કહે છે તમે અમારી સાથે વાત કરો. પણ વાત કરે કોણ? એટલે જે હાથોમાં પુસ્તકો અને આંખોમાં કરિયરના સપનાં હોવા જોઈએ, એવા કરોડો યુવાઓ આજે રસ્તા પર ઉતર્યા છે. છેલ્લા એક દાયકામાં 152 જેટલી સરકારી પરીક્ષાઓનાં પેપર ફૂટ્યાં છે. અંદાજે સાડા સાત કરોડ યુવાઓનાં ભવિષ્ય રોળાઈ ગયાં છે. આમ છતાં સરકાર સુધારો લાવવાને બદલે આ યુવાઓ ગાળો આપી રહ્યા હોવાની વાતો કરે છે. આજે આપણે આ યુવા આક્રોશની અંદરની હકિકત સમજીશું. નમસ્કાર... જો તમે એવું માનતા હોવ કે ભારત સામે સૌથી મોટો ખતરો સરહદ પારથી આવવાનો છે, તો તમે ખોટા છો. સાચો ખતરો આપણા જ ઘરમાં, એ સ્ટડી ટેબલ પર ભભૂકી રહ્યો છે જ્યાં એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ કોઈ એકલ-દોકલ વિરોધ નથી, આ એક આખી પેઢીનો સિસ્ટમ સામેનો બળવો છે. જરા ઝારખંડના એ ખેડૂત પરિવારના યુવાનનો વિચાર કરો, જેના બાપે જમીન ગીરવે મૂકીને કોચિંગ ક્લાસની ફી ભરી હોય, અને પરીક્ષાના દિવસે ખબર પડે કે પેપર તો પહેલેથી જ લાખો રૂપિયામાં વેચાઈ ચૂક્યું છે. આપણે વાતની ગંભીરતા સમજવા માટે જે ઉદાહરણ લઈ રહ્યા છીએ એવા તો અનેક કિસ્સાઓ ગ્રાઉન્ડ પર સામે આવી ચૂક્યા છે. છેલ્લા એક દાયકામાં દેશમાં લગભઘ 152 જેટલી સરકારી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે. સાડા સાત કરોડ યુવાનોના સપનાં તૂટ્યા છે, છતાં સિસ્ટમ તરફથી ગુનેગારોને સજા કેટલી મળી? ઝીરો! દિલ્હીનું જંતર-મંતર હોય કે બિહારના રસ્તાઓ પર ખાધેલી પોલીસની લાઠીઓ, આ આક્રોશની સીધી અસર ગુજરાત કે ભારતના એ દરેક મિડલ ક્લાસ પરિવારના ખિસ્સા પર પડી રહી છે જે પોતાના સંતાનના ભવિષ્ય માટે પેટે પાટા બાંધીને લાખોનો ખર્ચ કરી રહ્યા છે. હવે આર્થિક વાસ્તવિકતા સમજો. દેશમાં 15થી 29 વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર 16.2 ટકા છે. પણ સૌથી મોટો આંચકો એ છે કે જો તમે ગ્રેજ્યુએટ છો, તો આ આંકડો 40 ટકાને આંબી જાય છે! મતલબ સાફ છે: તમે જેટલું વધુ ભણશો, એટલું જ બેરોજગાર રહેવાનું જોખમ વધશે. અસલમાં તો ઊંધું થવું જોઈએ. આપણું અર્થતંત્ર પૂરતી વ્હાઇટ-કોલર નોકરીઓ પેદા કરી શકતું નથી. નોકરીઓની આ જ અછત યુવાનોને સરકારી નોકરીઓ બાજુ ધકો મારે છે, અને શિક્ષણ માફિયાઓ મજબૂરીનો આ જ બિઝનેસ કરે છે. ભારતનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે યુવા ધન હવે ડેમોગ્રાફિક કટોકટી બની રહ્યો છે. જ્યારે લોકશાહીમાં આટલો મોટો વર્ગ રસ્તા પર હોય, ત્યારે ઉકેલ સંવાદથી આવે. પણ અહીં એક મોટો સંવાદનો શૂન્યાવકાશ છે. એક બાજુ, સરકારની વૈચારિક માતૃસંસ્થા RSS ગ્રાઉન્ડ રિયાલિટી સમજી ગઈ છે. ખુદ મોહન ભાગવત મુંબઈમાં 2,000 યુવાનો સાથે સીધી વાત કરીને સ્વીકારી રહ્યા છે કે "આ આદેશ નહીં, ચર્ચાનો સમય છે." પણ બીજી બાજુ, સરકાર યુવાનો સાથે ટેબલ પર બેસવાને બદલે પીડિત હોવાનું વિક્ટિમ કાર્ડ રમી રહી છે. નેતાઓ એવો માહોલ બનાવી રહ્યા છે કે આંદોલનકારીઓ તો અમને ગાળો આપી રહ્યા છે. આ ગાળોવાળી કે વિક્ટિમ કાર્ડની રાજનીતિ ખાલી યુવાનોના મૂળ પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાની કોશિશ છે, જે તેમના રોષને વધુ ભડકાવી રહી છે. અસલમાં તો સરકારે યુવાનોના પ્રશ્નો ઉકેલવામાં સમય લગાવતો જોઈએ પણ એ જ સમયમાં વીડિયો બનાવીને રાજનીતિ કરવાથી દુરુપયોગ થઈ રહ્યો છે. આ કટોકટીમાં સુધારાની એક મોટી તક પણ છુપાયેલી છે. પણ આ વખતે યુવાનો જૂની સમાધાનની રાજનીતિથી માનવાના બિલકુલ મૂડમાં નથી. આ નવી જેન ઝી પેઢી ધર્મ, જાતિ અને પ્રાદેશિકતાના જૂના રાજકીય સમીકરણોને ફગાવી દીધા છે. તેમની આર્થિક પીડા અને બેરોજગારીનો ડર સમાન છે. આ સમાનતામાંથી જ દિલ્હીમાં એક એવા ઓર્ગેનિક ડિજિટલ વિદ્રોહનો જન્મ થયો છે જેણે સરકારની ભાજપ આઈટી સેલની પણ ઊંઘ હરામ કરી દીધી છે. શું છે આ ડિજિટલ વિદ્રોહ અને કોકરોચ જનતા પાર્ટી? કેવી રીતે 40 કરોડ યુવાનોનું આ નેતૃત્વવિહીન આંદોલન 2029ની સામાન્ય ચૂંટણીના પાસા પલટી શકે છે? અને શું સરકારનો નવો કાયદો ખરેખર કોઈ ઉકેલ લાવશે? ચાલો હવે આ સવાલોના પણ જવાબ મેળવવાના પ્રયાસ કરીએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની એક કથિત ટિપ્પણીથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી ઊર્ફે CJP આજે દિલ્હીમાં એક નેશનલ પ્રેશર ગ્રુપ બની ગઈ છે. જરા વિચારો, કોઈ મોટો ચહેરો કે નેતા નહીં, કોઈ પોલિટિકલ ફંડિંગ નહીં, છતાં લાખો યુવાનો જંતર-મંતર પર ઉમટી પડ્યા. આ યુવાનોએ શાસક પક્ષની જ રમત તેમને રમાડી દીધી છે. સોશિયલ મીડિયા અને મીમ્સનો એવો ઉપયોગ કર્યો કે કરોડોના ખર્ચે ચાલતી રાજકીય આઈટી સેલની તાકાત પણ વામણી સાબિત થઈ ગઈ. વાત એટલી હદે પહોંચી છે કે સુપ્રીમ કોર્ટમાં ભવિષ્યમાં જંતર-મંતરને બદલે રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન શિફ્ટ કરવાની અરજી થઈ છે, કારણ કે આ ડિજિટલ ભીડ ગણતરીના કલાકોમાં આખું તંત્ર જામ કરી દે છે. દિલ્હીથી થોડા પૂર્વ તરફ જઈએ તો ગ્રાઉન્ડ રિયાલિટી વધુ ડરામણી છે. ઝારખંડમાં JPSC પરીક્ષાના કૌભાંડ સામે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. જો કે સોનમ વાંગચૂકની સમજાવટ બાદ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ તોડી નાખી હતી. ત્યાંના સામાન્ય ખેડૂત પુત્રો અને આદિવાસી દીકરીઓનું સીધું કહેવું છે કે હવે અમને CBI તપાસથી ઓછું કશું જ ખપતું નથી. બીજી બાજુ બિહાર છે. સરકાર જે યુવાનોને નોકરી આપવાનું વચન આપી સત્તામાં આવી હતી, આજે એ જ યુવાનો પર પટનામાં લાઠીચાર્જ થાય છે અને સિવાનમાં પોલીસ દ્વારા એકે-47 થી ફાયરિંગના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જે યુવાનો ક્લાસરૂમમાં હોવા જોઈએ, તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. આ બધો ભડકો થયા પછી સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું અને પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ એક્ટ 2026 લાગુ કર્યો. નંદન નીલેકણી કમિટીએ તો એક ક્રાંતિકારી ભલામણ કરી છે કે હવે પ્રશ્નપત્રો છપાશે જ નહીં! પરીક્ષાની 15 મિનિટ પહેલાં જ ડિજિટલ પેપર નેટવર્કથી વિદ્યાર્થીઓને સીધા કેન્દ્રો પર પેપર મળશે. અહીં સવાલ એ છે કે, શું આનાથી સામાન્ય માણસને નોકરી મળી જશે? જવાબ છે: ના. આ બધા કાયદા અને ટેકનોલોજી ખાલી લક્ષણોનો ઈલાજ છે. આપણી અસલી બીમારી તો દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી અને નોકરીઓ નથી તેની છે. જ્યાં સુધી ઉદ્યોગોને જેવા સ્કિલવાળા યુવાનો જોઈએ છે તે નહીં મળે અને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ નહીં વધે, ત્યાં સુધી સરકારી નોકરીઓ માટેની આ ગળાકાપ સ્પર્ધા અને પેપર લીકનું દૂષણ જડમૂળથી નહીં જાય. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સરકારની અજેય અને કંઈ ન થઈ શકે તેવી છબીમાં હવે બહુ મોટી તિરાડ પડી ચૂકી છે. રાષ્ટ્રવાદ કે ધર્મના મુદ્દાઓ હવે રોજગાર અને ન્યાયની માંગ સામે નબળા પડી રહ્યા છે. ખરો ખેલ 2029ની લોકસભા ચૂંટણીમાં થવાનો છે. આ 40 કરોડ યુવાનોમાંથી અંદાજે 25 કરોડ યુવાનો વોટ આપવા જશે. જો આ યુવાનો જાતિ કે ધર્મના નામે વહેંચાવાને બદલે રોજગાર અને પારદર્શિતા પર મળીને બટન દબાવશે, તો હિન્દી પટ્ટાના સમીકરણો અને દિલ્હીના તખ્તા પલટી જશે. ભારતનું ભવિષ્ય પોલીસના દંડાથી કે FIRના ડરથી નહીં, પણ પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારી વધારવાથી અને યુવાનો સાથે અહંકાર છોડીને નિખાલસ સંવાદ કરવાથી જ સુરક્ષિત થશે. અને છેલ્લે… તાજેતરમાં જ એક સરવે થયો છે. એમાં એવું પૂછવામાં આવ્યું કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ ફરી કોઇ આંદોલન કરે અથવા બીજો મુદ્દો ઉઠાવે તો તમે ટેકો આપશો? આ સરવેમાં 50 ટકા લોકોએ એવું કહ્યું છે કે, ‘હા અમે ટેકો આપીશું’. મોદી સરકાર માટે આ ખરેખર એલાર્મ બેલ છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi ने Prayagraj में Chhatron ki Goonj पर रोक के बाद सरकार को जमकर सुनाया | Priyanka Gandhi
    Next Article
    વોલીબોલ સ્પર્ધામાં રવિશંકર વિદ્યામંદિરનો ડંકો:સાણંદ તાલુકા કક્ષાની રમતોમાં ગોધાવીની શાળાએ 4 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment