Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં અશાંતધારાની મંજૂરી માટે મોટું કૌભાંડ:SDMના ડ્રાઈવરે વહીવટ પેટે 14 લાખ માગ્યા, CCTV અને ઓડિયો વાયરલ

    10 hours ago

    શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતોના સોદાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલા હરિયાળા પ્લોટ વિસ્તારમાં એક હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવરે લાખો રૂપિયાની માગણી કરી હોવાનો કિસ્સો સામે આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, ​હરિયાળા પ્લોટ વિસ્તારમાં અતુલ મહેન્દ્રકુમાર કામદારની માલિકીની 8 દુકાનો આવેલી છે. આ મિલકત સલીમભાઈ ઇબ્રાહીમભાઈ ગનીયાણીને વેચાણ આપવા માટે અશાંતધારા મુજબ SDMની પૂર્વ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીન દ્વારા મંજૂરી અપાવી દેવાની ખાતરી આપી 14 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, ​સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ, વોટ્સઅપ ચેટ અને ઓડિયો ક્લિપમાં ડ્રાઈવર દ્વારા 10 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા હોવાનું અને બાકીના નાણાં માટે દબાણ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ દેખાય છે આ આખી ઘટના 'ટોક ઓફ ધ ટાઉન' બની છે, કારણ કે એક આઉટસોર્સિંગનો ડ્રાઈવર ઉચ્ચ અધિકારીના નામે આટલી મોટી રકમ ઉઘરાવવાની હિંમત કરી રહ્યો હતો, ​અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર કરવા માટે પોલીસ રિપોર્ટ અને પંચનામા બાદ આખરી નિર્ણય SDMનો હોય છે મંજૂરી મેળવવામાં થતો મહિનાઓનો વિલંબ અને ફાઈલ રિજેક્ટ થવાની બીકનો લાભ લઈને વચેટીયાઓ સક્રિય થયા છે,આ કિસ્સામાં ખુદ સરકારી કચેરી સાથે સંકળાયેલ વ્યક્તિ જ વચેટિયો બનતા તંત્ર સામે આંગળીઓ ચીંધાઈ રહી છે આ વિવાદ વકરતા ભાવનગર SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી છે કે, ​આ માહિતી કાલે અમને પણ મીડિયા દ્વારા જ મળી હતી કાલે દિવસમાં મને ફોન આવ્યા હતા જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે અને સાંજે એક વિડિયો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જેના દ્વારા મને ખબર પડી કે મારો ડ્રાઈવર જે છે, મારા બે ડ્રાઈવર છે, તેમાંથી એક આ ગાડી ચલાવે છે અને બીજો બીજી ગાડી ચલાવે છે તો આ ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી સાથે કોઈ ફાઈલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે, ​વિડિયોમાં જે ડ્રાઈવર દેખાય છે તેનું નામ મોમીન ભાઈ છે, હવે કઈ ફાઈલ અમને તો એ ફાઈલ વિશે ક્યારેય ખબર નહોતી, કાલે જે મીડિયામાં આવ્યું છે તેના પછી અમે આ બાબતે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે તે જે પૈસાની માંગણી કરી રહ્યો હતો તે એક કરતાં વધુ ફાઈલો માટે છે કે કોઈ સિંગલ સ્ટેન્ડઅલોન ફાઈલ માટે છે, તેની માહિતી અત્યારે અમારી પાસે નથી અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ, ​મેં વિડિયો જોયો છે અને સાંભળ્યો છે હવે તે મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, ડ્રાઈવર અમારો રેગ્યુલર સ્ટાફ નથી હોતો કે જેની સાથે અમે કોઈ અંગત વાત કરીએ, ડ્રાઈવર આઉટસોર્સિંગનો સ્ટાફ છે તે માત્ર ગાડી ચલાવે છે, મારે બે ડ્રાઈવર છે ક્યારેક બીજો ડ્રાઈવર ગાડી ચલાવે છે તો ક્યારેક આ ચલાવે છે. તેની સાથે મારી આજ સુધી કોઈ પણ અંગત વાત થઈ હોય કે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું નથી, આ તપાસનો વિષય છે બાકી મેં એસપીને આ બાબતે પત્ર લખ્યો છે કે તેઓ આગળની કાર્યવાહી કરે, આજે મેં પોલીસની કાર્યવાહી તો પોલીસ જ કરશે ને, મેજિસ્ટ્રેટ પાસે એવી કોઈ પાવર નથી, મેં તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દીધો છે, જે મારા અધિકારમાં હતું, હવે જે પોલીસની કાર્યવાહી છે, કે જે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, વિડિયો અને ઓડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે તે ક્યાં હતો, કોની સાથે વાત કરી રહ્યો હતો તેની તપાસ હું ન કરી શકું, એ તો પોલીસનો વિષય છે, એટલે એસપીને મેં ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાએ બાકી વેરા માટે 5 મિલકતો સીલ કરી:ઓમ કોમલેક્સમાં ફાયર સેફટી નહીં હોવાના કારણે સીલ મારવાની ચેતવણી
    Next Article
    મહેસાણામાં વ્યાજખોરોનો આતંક:10 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી પશુપાલક યુવકે ઘર છોડ્યું; પાંચ શખ્સો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment