Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં તમન્ના ભાટિયા અને મૃણાલ ઠાકુર ભક્તિમાં લીન:માતાની ચૌકીમાં ઉત્સાહથી ભજનો ગાયા, કહ્યું- '5 કલાકનો સમય એક ક્ષણ જેવો લાગ્યો'

    8 hours ago

    એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ નવરાત્રિ નિમિત્તે માતાની ચોકીમાં ભાગ લીધો. પોતાની એક મિત્રના ઘરે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં તેની સાથે એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પણ હાજર હતી. તમન્નાએ સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે મૃણાલ ઠાકુર સાથે ભજન ગાતી અને આરતીમાં સામેલ થતી જોવા મળી રહી છે. તમન્નાએ એક ભાવુક નોંધ શેર કરીને જણાવ્યું કે, સતત 5 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં તેને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ મળ્યો. આરતી અને ભજનોના વીડિયો શેર કર્યા તમન્ના ભાટિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માતાની ચૌકીની ઘણી ઝલકીઓ પોસ્ટ કરી છે. વીડિયોમાં મહેમાનો ભજનો પર ઝૂમતા અને આરતી કરતા જોવા મળી રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં તમન્ના પોતાની કૉ-એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સાથે બેસીને દેવી માતાના ભજનો ગાતી જોવા મળી રહી છે. તમન્નાએ આ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થવાની તક માટે આભાર વ્યક્ત કર્યો અને પોતાની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરી. '5 કલાકનો સમય એક ક્ષણ જેવો લાગ્યો' કાર્યક્રમના અનુભવ વિશે જણાવતાં તમન્નાએ લખ્યું કે, 'ભજનોની ગુંજ અને માતા રાનીની કથાઓ દ્વારા મને એવું લાગ્યું જાણે હું વૈષ્ણો દેવીની યાત્રા કરી રહી હોઉં.' તેણે લખ્યું કે, 'રૂમમાં ઉઠતી સંગીતની તરંગો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વ્યક્તિ અંદરથી શાંત થઈ જાય છે. સંગીત, પ્રાર્થના અને સમર્પણના એ 5 કલાક મને એક જ ક્ષણ જેવા લાગ્યા.' 'ધ વન' ફિલ્મ અને છઠ પૂજા સાથે જોડાયેલી છે યાદો તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી સતત પોતાની આધ્યાત્મિક યાત્રાને લઈને ચર્ચામાં રહી છે. ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત ફૅન્ટસી ડ્રામા ફિલ્મ 'ધ વન'ના શૂટિંગ બાદથી જ તેનો ઝુકાવ ધાર્મિક પરંપરાઓ તરફ વધ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તમન્નાએ જણાવ્યું હતું કે, છઠી મૈયા ગીતના શૂટિંગ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું, 'જ્યારે મેં પહેલી વાર વિશાલ મિશ્રાના અવાજમાં આ ગીત સાંભળ્યું, ત્યારે લાગ્યું કે આ દરેક ભક્તની આંતરિક લાગણી છે.' તમન્નાએ આગળ કહ્યું, 'શૂટિંગ દરમિયાન જ્યારે હું સૂર્યદેવને અર્ઘ્ય આપવાની વિધિ કરી રહી હતી, ત્યારે મને એક બહુ મોટી વાત સમજાઈ- જેનો અસ્ત થાય છે, તેનો ઉદય પણ નિશ્ચિત છે.' 'આપણે જીવનમાં ઘણી વાર ઉતાર-ચઢાવ જોઈને નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ છઠ મહાપર્વ આપણને શીખવે છે કે ડૂબતા સૂરજ પછી ઉગતો સૂરજ ચોક્કસ આવે છે. આ ગીતે મને કૃતજ્ઞતાની ઊંડી લાગણીનો અનુભવ કરાવ્યો.' 4 વર્ષ પહેલાં શરૂ થઈ આધ્યાત્મિક સફર વાતચીત દરમિયાન તમન્નાએ આગળ કહ્યું કે, 'લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે હું મારા ગુરુને મળી, ત્યારે મારી સાચી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ. મને લાગે છે કે જો આ ફિલ્મ મને ચાર વર્ષ પહેલાં ઓફર થઈ હોત, તો કદાચ હું તેને એ રીતે ન કરી શકી હોત.' 'કારણ કે ભક્તિ એક એવો ભાવ છે, જેમાં તમે કોઈ બનાવટ કે ખોટી એક્ટિંગ કરી શકતા નથી. જો તમારા અંતરમાં એ ભાવ સાચો ન હોય, તો દર્શકો તરત જ પકડી લે છે. પટનામાં એક વિદ્યાર્થીએ મને કહ્યું હતું કે તમે આ ગીત એટલા માટે કરી શક્યાં, કારણ કે ઉપરવાળાએ તમને આ માટે પસંદ કર્યા છે.' આ સમાચાર પણ વાંચો પહેલી ફિલ્મ ફ્લોપ, સેટ પરથી થઈ રિપ્લેસ:‘બાહુબલી’ બાદ લોકો 'મિલ્કી બ્યૂટી' પર થયા ફિદા, તમન્નાએ કહ્યું- ‘સૌથી અઘરું હતું ટકી રહેવું’ મુંબઈની એક સ્કૂલ ગર્લ, જેણે 13-14 વર્ષની ઉંમરમાં ફિલ્મ સાઇન કરી લીધી હતી, કદાચ તે પોતે પણ નહોતી જાણતી કે કેમેરા સામે ઊભા રહેવાનો આ નિર્ણય તેને ભારતીય સિનેમાની સૌથી લાંબા સમય સુધી ટકી રહેનારી એક્ટ્રેસમાં સામેલ કરી દેશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી:72,550 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી
    Next Article
    ગાંધીનગર મનપાના વોર્ડ નં 3-5-7-9માં ભાજપની પેનલની જીત:વોર્ડ 1ના ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના એક ઉમેદવાર આગળ; જુઓ જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment