Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા:10 વર્ષમાં ત્રીજી વાર જુલાઇમાં વરસાદનો આંક ડબલ ડિજિટમાં

    4 days ago

    મોરબી જિલ્લા ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી, જો કે મેઘરાજા એ પોતાના રીસામણા છોડ્યા હોય તેમ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ બાદથી મેઘરાજાનું આગમન થયું હતું. અને છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને અષાઢી બીજ બાદ જાણે આખું ચિત્ર બદલાયું હોય તેમ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લાના નાના મોટા જળાશયો છલકાયા હતા. જિલ્લાનો સૌથી મોટો મચ્છુ 2 ડેમ જે મહિના શરૂઆતમાં માત્ર 25 ટકા ભરાયો હતો તે 24 કલાકમાં ઓવર ફલો થયો હતો. જુલાઇનો સરેરાશ વરસાદ બે આંકમાં પહોંચ્યો હોય તેવું આ વર્ષે 10 વર્ષમાં ત્રીજી વાર બન્યું છે. મોરબી જિલ્લામાં જુલાઈના અંતે સુધીમાં સરેરાશ વરસાદ 279 મીમી એટલે કે 11.16 ઇંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે મોરબી જિલ્લામાં જૂન અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે જ્યારે જુલાઈમાં નામ માત્રનો વરસાદ પડતો હોય છે. મોરબી જિલ્લામા 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવી સ્થિતિ છેલ્લા 10 વર્ષમાં ત્રણ વખત બની છે. અગાઉ 2017માં જિલ્લા 24 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો. બીજી વખત 2022માં 11.64 જિલ્લાનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 10 વર્ષમાં ત્રણ વર્ષ એવા પણ રહ્યા છે જેમાં કુલ સરેરાશ 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. 2016માં જુલાઈ મહિનામાં માત્ર 1.92 ઇંચ,2019માં 4.92 ઇંચ જ્યારે 2025 માં 4 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સંભવિત વિસ્તારોમાંથી નાગરિકો,પશુઓનું સ્થળાંતર કરવા સૂચના‎:ભારે વરસાદની સંભાવનાને પગલે શેલ્ટર હોમ, રેસ્ક્યૂ ટીમને સજ્જ રહેવા આદેશ
    Next Article
    બહેનના ઘરે ફાંસો‎ખાઈ આત્મહત્યા કરી:6 લાખનું 11.34 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઉઘરાણી થતાં સાયલાના યુવકે બોટાદમાં ફાંસો ખાઈ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment