Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SD PAY-APNA PAY એપના નામે રોકાણની લાલચ આપી ઠગાઈ:પોલીસ તપાસમાં અલગ-અલગ 29 બેંક ખાતાં અને 4 કંપનીઓ મળી આવી, વડોદરા સાયબર ક્રાઇમની ટીમે ઔરંગાબાદથી આરોપીને ઝડપી પાડ્યો હતો

    1 day ago

    SD PAY / APNA PAY એપ્લિકેશન અને વેબસાઇટના માધ્યમથી રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવાના કેસમાં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ અગાઉથી આયોજિત ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી કરવાના ઇરાદે SD PAY / APNA PAY નામની એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદી પાસેથી ફેબ્રુઆરી 2025થી 7 ઓગસ્ટ 2025 સુધી રોકાણ કરાવવાના બહાને કુલ ₹5,02,888 ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ રકમ વેબસાઇટ પર કેશબેક સહિત આશરે ₹9,83,458 દર્શાવવામાં આવતી હતી. જોકે, ફરિયાદીને પોતાની રકમ પરત મેળવવા માટે કેશબેક સહિતની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં રકમ પરત મળી નહોતી. ત્યારબાદ આરોપીઓએ મોકલેલા મેસેજ પર વિશ્વાસ રાખી વધુ મદદગારી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 316(2), 61(2) તેમજ IT Actની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન SD PAY / APNA PAY / UPAY DIGI PAYMENT PRIVATE LIMITED નામની એપ્લિકેશન બનાવનાર આરોપી ધવલ પટેલ, નિશી પ્રસાદ, હિતેશ શાહ સહિતના આરોપીઓ અંગે વિગતો સામે આવી હતી. આ પૈકી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી ઔરંગાબાદ ખાતેથી નારાયણ અશોક કાંગણે નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં SD PAY HUB તથા UPAY DIGI PAYMENT PRIVATE LIMITED કંપનીના એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી. SD PAY / APNA PAY એપ્લિકેશનમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતો વર્ચ્યુઅલ એકાઉન્ટ RAZORPAY નામની પેમેન્ટ ગેટવે કંપની મારફતે UPAY DIGI INDIA PRIVATE LIMITED કંપનીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં કંપનીના નામે અલગ-અલગ 29 બેંક ખાતાં તેમજ 04 કંપનીઓ મળી આવી છે. આ ઉપરાંત અન્ય 04 E-FIR પણ નોંધાયેલી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વધુ એક ટેકસટાઈલ માર્કેટમાં આગ:કમેલા દરવાજા પાસે આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 10 ફાયર સ્ટેશનની 17થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ
    Next Article
    અમદાવાદમાં 24 વર્ષ પહેલાં પત્નીની ઘાતકી હત્યા કરનાર ઝડપાયો:પ્રથમ પતિ સાથેના અણબનાવ અને અનૈતિક સંબંધની અદાવતમાં શેખર યાદવે રચ્યો હતો ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment