Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 24 વર્ષ પહેલાં પત્નીની ઘાતકી હત્યા કરનાર ઝડપાયો:પ્રથમ પતિ સાથેના અણબનાવ અને અનૈતિક સંબંધની અદાવતમાં શેખર યાદવે રચ્યો હતો ખૂની ખેલ

    1 day ago

    અમદાવાદ શહેરના GIDC વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજથી 24 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2002માં આચરવામાં આવેલા એક ગોઝારા અને ચકચારી ખુનના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઇ ઉર્ફે સર્બી યાદવ (ઉ.વ. 58, મૂળ રહે. વોર્ડ નંબર 9, આમતર, પટના, બિહાર) ને સુરત શહેર ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી ઝડપી પાડી 24 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ગૂઢ ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીએ પોતાની પત્ની પ્રતિભાની ઘાતકી હત્યા કરી તેની લાશને ઘરમાં રાખેલા પીપડામાં પૂરીને ફરાર થઈ ગયો હતો, જેણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. પત્નીના આડા સંબંધોનો અંજામ અને હત્યાની કાળઝાળ રાત્રિ ઘટનાની વિગત મુજબ તા. 14/11/2002ના રોજ આરોપી શેખર યાદવ રાત્રે નોકરી પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની પ્રતિભા ઘરે હાજર ન હતી અને જમવાનું પણ બનાવ્યું ન હતું. અડધો કલાક પછી પત્ની ઘેર આવી ત્યારે તેણીને અગાઉના પતિ સંજય પાટીલ સાથે છૂટાછેડા થયેલા હોવા છતાં તેની સાથેના અનૈતિક સંબંધો ચાલુ રાખવા બાબતે શેખર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવેલા ક્રોધિત શેખર યાદવે ગુસ્સામાં આવીને પત્ની પ્રતિભાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને ઘરમાં પડેલા લોખંડ કે પ્લાસ્ટિકના પીપડામાં સંતાડી દીધી હતી. ચાર દિવસ બાદ દુર્ગંધ આવતા ખૂલ્યું પાપ અને પોલીસ તપાસ પત્નીની હત્યા કર્યા બાદ આરોપી શેખર રાતભર ઘર પર રોકાયો હતો અને વહેલી સવારે પોતાના બે નાના બાળકો (લલ્લન અને રાકેશ) ને સાથે લઈને અમદાવાદ રેલવે સ્ટેશનેથી હાવડા ટ્રેન પકડી પોતાના વતન બિહાર ભાગી છૂટ્યો હતો. દરમિયાન, ઘટનાના 4 દિવસ પછી ઘરમાંથી તીવ્ર દુર્ગંધ મારવા લાગતા પડોશમાં રહેતા ફરિયાદી શાંતારામ ભીમરાવ પાટીલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘરનું તાળું તોડી અંદર તપાસ કરતા પીપડામાંથી પ્રતિભાબેનની સડેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેના આધારે વટવા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 302 અને 201 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસથી બચવા રાજ્ય-દેશ બદલીને છુપાતો રહ્યો કુશળ આરોપી કાયદાની પકડથી બચવા માટે આ ગુનેગારે પોતાના ઠેકાણાઓ સતત બદલ્યા હતા. વતન બિહારમાં ખેતી અને મજૂરી કામ કર્યા બાદ તેણે કલકત્તા ખાતે 7થી 8 વર્ષ સુધી વેલ્ડિંગનું કામ કર્યું હતું. આ ઉપરાંત ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઇન્દોર (મધ્યપ્રદેશ), ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિવિધ રાજ્યોમાં વેલ્ડિંગની મજૂરી કરીને પોતાની ઓળખ છુપાવતો રહ્યો હતો. એટલું જ નહીં વર્ષે 2010માં તેણે અન્ય મહિલા સાથે ત્રીજા લગ્ન પણ કરી લીધા હતા અને હાલમાં છેલ્લા 15 દિવસથી જ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કનૈયા રેસિડન્સી કોમ્પ્લેક્સ પાસે રહીને મજૂરી કામ કરી રહ્યો હતો. PI વિજય ભરવાડની 8 વર્ષની અથાક મહેનતથી મળ્યું પરિણામ આ જટિલ ગુનાને શોધી કાઢવામાં સુરત શહેર ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ભરવાડની 8 વર્ષની લાંબી અને અથાક મહેનત રંગ લાવી છે. પી.આઈ. વિજય ભરવાડ સને 2019-2020માં અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી જ આ અનસોલ્વ્ડ કેસ પાછળ સતત મહેનત કરી રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી, એટીએસ અને છેલ્લે સુરત શહેર ક્રાઇમબ્રાંચમાં આવ્યા બાદ પણ તેમણે આ કેસની તપાસ જારી રાખી હતી અને આખરે બાતમીદારો તથા ટેકનિકલ સોર્સની મદદથી 2 દાયકા જૂના ફરાર ખૂનીને કાયદાના સકંજામાં ફસાવવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    SD PAY-APNA PAY એપના નામે રોકાણની લાલચ આપી ઠગાઈ:પોલીસ તપાસમાં અલગ-અલગ 29 બેંક ખાતાં અને 4 કંપનીઓ મળી આવી, વડોદરા સાયબર ક્રાઇમની ટીમે ઔરંગાબાદથી આરોપીને ઝડપી પાડ્યો હતો
    Next Article
    જિનપિંગે કહ્યું- અમેરિકા અને ચીન વચ્ચે રેસ થાય, રેસલિંગ નહીં:વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સ્વાગત કર્યું; બંનેની મુલાકાતના 4 અર્થ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment