Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત રોહિદાસ જયંતિ નિમિત્તે પાટણ ભાજપ કાર્યાલયમાં આયોજન બેઠક:આગામી કાર્યક્રમોની રૂપરેખા અને માર્ગદર્શન પર ચર્ચા થઈ

    14 hours ago

    પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંત શિરોમણી રોહિદાસ ભગવાનની ૬૫૦મી જયંતિ વર્ષની ઉજવણી માટે એક આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ ઉજવણી અંતર્ગત, આગામી 16 ઓગસ્ટે ગાંધીનગરથી સંત રોહિદાસના જન્મસ્થળની પવિત્ર માટીનો કળશ પાટણ જિલ્લા કક્ષાએ પહોંચશે. 17 ઓગસ્ટે જિલ્લા મુખ્યાલયથી તમામ તાલુકા, શહેર મંડળો અને ગ્રામ પંચાયતોમાં આ માટીના કળશનું વિતરણ કરાશે. 19 થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના દરેક ગામમાં માટી કળશનું ભવ્ય સ્વાગત, પૂજન અને સમરસતા સંકલ્પના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો બાદ, 21 ઓગસ્ટે ગામના મંદિર ખાતે તુલસી ક્યારા અથવા પીપળા વૃક્ષ પાસે પવિત્ર માટીનું વિસર્જન કરાશે.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પ્રભારી સત્યેનભાઈ કુલાબકર, જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ, જિલ્લા સંયોજક જયેન્દ્રસિંહ વાધેલા, રમેશભાઈ ઠક્કર, કિશનભાઈ દેસાઈ, સોમાભાઈ પરમાર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી મનીષભાઈ સોલંકી સહિત તમામ મંડળોના સંયોજકો અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે તમામ કાર્યકરોને સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમરસતાનો સંદેશ ગામેગામ પહોંચાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં ટ્રેન અડફેટે બેના મોત:ઉધના સ્ટેશને કોલેજિયન વિદ્યાર્થી દુર્ઘટનો ભોગ બન્યો, ફોનમાં વ્યસ્ત યુવકનું શતાબ્દી એક્સપ્રેસની ટક્કરથી મોત
    Next Article
    K Kavitha Outlines Political Roadmap At 'Social Justice' Meet In Hyderabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment