Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વધુ એક ટેકસટાઈલ માર્કેટમાં આગ:કમેલા દરવાજા પાસે આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 10 ફાયર સ્ટેશનની 17થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ

    1 day ago

    સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ત્રીજા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રીજા માળે આવેલી દુકાનો ઝપેટમાં આવી પ્રાથમિક વિગતો મુજબ, રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આવેલી દુકાનોમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બનાવ બનતાં જ માર્કેટમાં હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. 10થી વધુ ફાયર સ્ટેશનના 17 ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ઘટનાની ગંભીરતાને જોતાં માનદરવાજા, મજુરા ગેટ સહિત નજીકના ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભારે ધુમાડો હોવાથી જવાનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગનું કારણ અકબંધ, લાખોના નુકસાનની આશંકા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે, જોકે ચોક્કસ કારણ હજી અકબંધ છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ દુકાનોમાં રહેલો કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગના સાચા કારણની તપાસ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड में होती है HR Number Plate वालों से मारपीट? Boycott Uttarakhand क्यों Viral | Social List
    Next Article
    SD PAY-APNA PAY એપના નામે રોકાણની લાલચ આપી ઠગાઈ:પોલીસ તપાસમાં અલગ-અલગ 29 બેંક ખાતાં અને 4 કંપનીઓ મળી આવી, વડોદરા સાયબર ક્રાઇમની ટીમે ઔરંગાબાદથી આરોપીને ઝડપી પાડ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment